'Vibrant Gujarat' નામ કેવી રીતે પડ્યું? જાણો સમિટની શરૂઆત સાથે જોડાયેલી રસપ્રદ કહાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. PM મોદીએ આ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી, જાણો કેવી રીતે નક્કી કરવામાં આવ્યું હતું આ સમિટનું નામ?

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીએ ગુજરાતના વિકાસ માટે 20 વર્ષની યોજના બનાવી હતી
  • તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે 2003માં પ્રથમ સમિટનું આયોજન કરાયું હતું

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાત સરકારની સૌથી મોટી ઈવેન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પ્રથમ વખત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું સંગઠન હવે એટલું મોટું થઈ ગયું છે કે સરકાર છ મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. પ્રથમ સંસ્કરણમાં, 750 પ્રતિનિધિઓ આ સમિટનો ભાગ હતા, હવે તેમની સંખ્યા વધીને 1 લાખથી વધુ થઈ ગઈ છે. ગુજરાતની વિકાસયાત્રામાં વાઈબ્રન્ટ ગુજરાત નામ પણ ઉમેરાયું છે. 20 વર્ષ પૂરા કરનારી આ સમિટને નામ આપવાની કહાણી પણ ઘણી રસપ્રદ છે.

કચ્છમાં ભૂકંપ અને રાજ્યના અન્ય ભાગોમાં કુદરતી આફતો વચ્ચે ગોધરા રમખાણો થયા હતા. આ બધા વચ્ચે, જ્યારે તે સમયે મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવાનું નક્કી કર્યું, ત્યારે તેઓ સારા નામની શોધમાં હતા. અમદાવાદ મિરરના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોકાણ આકર્ષવા માટે સમિટનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો.

એક દિવસ તેમણે એક ફાઇલના કવર પર ગુજરાત પ્રવાસન નિગમનો રંગબેરંગી લોગો જોયો. તેઓ થોડીવાર આ લોગોને જોતો રહ્યા. આ પછી તેમણે કહ્યું કે આ લોગોમાં સમિટનું નામ છે. તેમણે કહ્યું કે આપણે રાજ્ય સરકારની ઇન્વેસ્ટમેન્ટ સમિટની પહેલને વાઇબ્રન્ટ ગુજરાત નામ આપવું જોઇએ. તે સમયે કેટલાક લોકોએ કહ્યું હતું કે મુખ્ય શબ્દ રોકાણ છોડી દેવામાં આવ્યો છે, તો નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વાક્ય આત્મવિશ્વાસ જગાડે છે. આગળ ચાલીને વાઈબ્રન્ટ ગુજરાતે વિકાસનું મોડલ સ્થાપ્યું.

ટાગોર હોલમાં યોજાઈ હતી સમિટ
10મી વાઇબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, નામકરણ પછીનું પ્રથમ સમિટ સપ્ટેમ્બર 2003ના અંતમાં અમદાવાદમાં યોજાયું હતું. ટાગોર હોલમાં આયોજિત સમિટનું ઉદ્ઘાટન તત્કાલિન નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું. આ પ્રસંગે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અરુણ શૌરી, રામ નાઈક, મુકેશ અંબાણી અને એસી મુદૈહ જેવી હસ્તીઓ હાજર રહી હતી.

તે પછી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, વચ્ચે કોવિડને કારણે સમિટ થઈ શકી નથી. આવી સ્થિતિમાં ચાર વર્ષ બાદ 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટ પીએમ મોદીના વિશાળ વિઝનનું પ્રતિક છે. પૂર્વ આઈએએસ અધિકારી પ્રવીણ કે લાહિરીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ પોતે સીએમ તરીકે પ્રથમ સમિટ માટે 500 ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું.

શું છે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ?
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાના શિખર તરીકે ઉજવશે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે.