Baroda/Vadodara: ઓયોધ્યાના રામલલ્લાના દર્શન કરવા 4 નીકળ્યા સાયકલ પર

આ યુવાનો પોતાની સાયકલ પર ૧,૨૩2 કિ.મી.નું અંતર કાપીને આશરે બે અઠવાડિયામાં અયોધ્યા પહોંચી જશે.

Courtesy: Instagram

Share:

હાઈલાઇટ્સ

  • વીવીઆઈપી મુવમેન્ટ અને પ્રાણપ્રતિષ્ઠા માટેના કાર્યક્રમો માટે સુરક્ષાની રેખાઓ પાર કરીને જવું તેમના માટે સરળ નહીં બની રહે

આગામી 22મી જાન્યુઆરીના રોજ જ્યારે રામ લલ્લાની અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે ત્યારે અત્યારથી જ સમગ્ર ભારત અને ભક્તજનો
ઓયોધ્યા પર પોતાની મીટ માંડીને બેઠા છે. ગુજરાત કે જે ભારતીય જનતા પક્ષનો ગઢ કહેવામાં આવે છે તેમાં તો લોકો અતિ-ઉત્સાહી થઈને તે દિવસનો
ઉત્સુકતાથી રાહ જુવે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં અનેક પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારે વડોદરામાંથી 
ચાર યુવાનો રામ ભક્તિ દર્શાવવા અને પોતાના સમર્પણનો પુરાવો આપવા માટે સાયકલ લઈને અયોધ્યા જવા રવાના થયા છે. 

રામ ભક્તિના રસમાં ઓળઘોળ ચાર યુવાનો જેઓ સોમા તળાવ વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી પાસે રહે છે તેમણે સાયકલ લઇને અયોધ્યા જવાનો
નિર્ધાર કર્યો છે અને તેમણે પોતાની યાત્રા શરૂ પણ કરી દીધી છે. આ યુવાનો પોતાની સાયકલ પર ૧,૨૩2 કિ.મી.નું અંતર કાપીને આશરે બે અઠવાડિયામાં
અયોધ્યા પહોંચી જશે. જો કે તેમને મંદિર પરીસરમાં જઈને રામલલ્લાના દર્શન કરવાની તક મળશે કે કેમ તે ખબર નથી કારણ કે વીવીઆઈપી મુવમેન્ટ અને
પ્રાણપ્રતિષ્ઠા માટેના કાર્યક્રમો માટે સુરક્ષાની રેખાઓ પાર કરીને જવું તેમના માટે સરળ નહીં બની રહે. આ ઉપરાંત વડોદરાના જ કાશી વિશ્વનાથ મંદિરે 
તે દિવસે બપોરે ૧૨ વાગ્યાથી સમુહ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમા માટે અસંખ્ય રામ ભક્તોએ પોતાના નામ 
નોંઘાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. 

આ ઉપરાંત, જો વડોદરાની જ વાત કરીએ તો પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અલગ અલગ સંસ્થાઓ દ્વારા બાઇક રેલી અને સમૂહ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં
આવ્યુ છે. આજ દિવસે ભારતીય જનતા યુવા મોરચા અને સનાતની રામ સેના દ્વારા બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે હરણી ભીડ ભંજન 
મંદિરથી નીકળશે અને શહેરની વિવિધ વિસ્તારોમાં રામધુન કરીને કાલાઘોડા સર્કલ ખાતે આવેલા રામજી મંદિરે સંપન્ન થશે. સૂત્રોના કહેવા અનુસાર
આ રેલીમાં રામભક્તો હજારોની સંખ્યામાં જોડાશે. જેના માટે ઘણા જ આગોતરા આયોજનો થઈ ચૂક્યા છે.