Ahmedabad Zoo: શું તમે ફ્રેન્ડ્ઝ ઓફ ઝુ વિશે સાંભળ્યું છે?

ઝુમાં એક સ્કીમ ચાલે છે જેને ફ્રેન્ડ્ઝ ઓફ ઝુ તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્કીમ અંર્તગર કોઈ પણ પ્રાણીને દત્તક લઈ શકાય છે. જેનો અર્થ એ થાય છે કે પ્રાણીની દેખરેખ ઝુ સ્ટાફ જ કરશે પરંતુ તેની પાછળ થતો ખર્ચ કોઈ અન્ય ઉપાડશે.

Courtesy: Saffan Ansari

Share:

હાઈલાઇટ્સ

  • કોઈપણ શહેર તેના પોતાના પ્રાણી સંગ્રહાલય વિના પૂર્ણ નથી.
  • મલા નેહરુ પ્રાણી સંગ્રહાલય દ્વારા તે પ્રકારનું ઘરેલું આનંદ આપવામાં આવે છે

સફ્ફન અન્સારી

આમ તો તમે અનેક વાર કાંકરિયાને અડીને આવેલા કમલા નહેરુ ઝુ - એટલે કે કાંકરિયા ઝુને જોવા ગયા હશો અને અનેકવાર તમે અંદરના પ્રાણીઓની તંદુરસ્તી અને તેમની કાળજી કેવી રીતે લેવાય છે તે પણ જોયું હશે. આ બધાની પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અથાગ પ્રયાસો અને ઝુ સ્ટાફનુ સમર્પણ જવાબદાર છે. પરંતુ તમે પણ આ ઉત્કૃષ્ઠ કાર્યમાં જોડાઈ શકો તેની તમને ખબર છે ખરી? ના? તો અમે તમને જણાવી દઈએ કે આ ઝુમાં એક સ્કીમ ચાલે છે જેને ફ્રેન્ડ્ઝ ઓફ ઝુ તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્કીમ અંર્તગર તમે કોઈ પણ પ્રાણીને દત્તક લઈ શકો છો. જેનો અર્થ એ થાય 
છે કે પ્રાણીની દેખરેખ ઝુ સ્ટાફ જ કરશે પરંતુ તેની પાછળ થતો ખર્ચ તમે ઉઠાવશો. 

Kamla Nehru Zoo
રૂપા નામની ફિમેલ હાથી દર વર્ષે દત્તક લેવામાં આવે છે. Saffan Ansari

ડો. આર કે સાહુ, કમલા નહેરુ ઝુના ડાયરેક્ટર છે અને તેમની 35 વર્ષની સમર્પિત સેવાઓના કારણે તેમને નિવૃત્તિ બાદ પણ સરકારે ઝુની જવાબદારી સોંપી રાખી છે. ડો. સાહુએ અમારી સાથે વાત કરતાં આ સ્કીમની વધારે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, વર્ષ 2008માં આ સ્કીમ ચાલુ કરવામાં આવી હતી અને ત્યારથી અનેક લોકો પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓની દેખરેખનો ખર્ચ ઉપાડે છે. એવું નથી કે કોર્પોરેશન પાસે પૈસા નથી પરંતુ જ્યારે શહેરના લોકો પોતે આવા કામમાં જોડાય ત્યારે તેમનામાં એક પ્રકારની જવાબદારી અને ઓવનરશીપ આવે છે જે તેમને વધારે સારુ કરવા માટે પ્રેરે છે. 

Dr. R K Sahu
સતત 35 વર્ષની કાંકરીયા - કમલા નહેરુ ઝુમાં કાર્યરત ડો. સાહુને ઝુ સાથો સાથે કાંકરીયા પરિસરની પણ જવાબદારી સોંપવામાં આવી છે. Dr. R K Sahu

ઘણી બધીવાર લોકોની રૂચી ઓછી થઈ જાય છે એટલે દાતાઓ પણ ઘટી જાય છે. પરંતુ પછી બીજા જ વર્ષે તેમાં સખત ઉછાળો પણ જોવા મળે છે. જો વર્ષ 2018-2019 ની વા ત કરીએ તો શહેરીજનોએ 43 પ્રાણીઓને દત્તક લીધા અને તેના માટે રૂ. 4.50 લાખથી વધારે રમકનું દાન કર્યું. પરંતુ થોડા વર્ષ પછી તેમા ઘટાડો પણ થાયો છે. ડિસેમ્બર 2023 સુધીમાં આશરે 18 પ્રાણીઓ દત્તક લેવાઈ ગયા છે અને રૂ. 3.39 લાખનું દાન અમને મળ્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, રૂપા નામની ફિમેલ હાથીને  2008થી જાની એન્ડ કપની દત્તક લે છે, જેનો ખર્ચ 258260 વર્ષ આવે છે. આજ રીતે મોર, કાચબો, હરણ, ભારતીય નાગ, બંદરીઘાટ, લવમંણ, કુકેટી, ગઠીયાર,  મગર, નાગણ‌, ધામણ‌ સાપ, અજગર, પાઢલા ગો, સદો મગર, પહાડી પોપટ, રોપેરી વન મોર, આફ્રિકન ક્રાઉન ક્રેન, ક્રાઉન પિજયન, કંચન મુર્ગ, દિપડો નર માંદા, રીછ, સંસલુ , ગુવડ, એનાકોન્ડા, જરક, આંધરી ચાકરણ, પાણીનો સાપ, કાટા છેડો, નિકોબાર કબુતર, ડવ, મૂનીયા, ગીધ, ફ્રેન્ચ, જાવા સ્પેરો, બકતા બતક, ઇમુ, કાકા કૌવાને દત્તક લેવા માટે અનેક લોકો આવે છે. 35 વર્ષથી આર કે સાહુ  પ્રાણી સંગ્રહાલયનું દેખરેખ કરે છે.

Kamla Nehru Udyan
ઝુમાં ક્યારે કેટલા પ્રાણીઓને દત્તક લેવામાં આવ્યા તેવી છેલ્લા પાંચ વર્ષની વિગતો. Dr. R K Sahu

કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના 1951માં કરવામાં આવી હતી અને અહીંયા પ્રાણીઓ માટે ઓપન માઉન્ટ રાખવામાં આવ્યા છે જ્યાં તેઓ કોઈ પણ પ્રકારના બંધન વગર ફરી શકે અને મુલાકાતીઓને વન્યજીવો ખુલ્લામાં જોવા મળે છે. આ ઓપન માઉન્ટ વર્ષ 2000માં સિંહ માટે બનાવવામાં આવ્યું હતું. 2003માં રીછં માટે. 

Kamla Nehru Zoo
પ્રાણીઓને ખુલ્લામાં ફરતા જોવાની તક મળે છે આ ઝુમાં. Saffan Ansari

ડો. સાહુએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર તેના પોતાના પ્રાણી સંગ્રહાલય વિના પૂર્ણ નથી. તે તમને તમારા પરિવાર 
સાથે દિવસ પસાર કરવા માટે, તે ખૂબ જ જરૂરી પિકનિક અને તેની સાથે આવતી આરામ માટે સંપૂર્ણ સ્થળ પ્રદાન કરે છે. પ્રાણીઓની વિશાળ વિવિધતા બાળકોનું મનોરંજન કરે છે. હવે તે ઘરેલું આનંદ છે! અમદાવાદ શહેરમાં, કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય દ્વારા તે પ્રકારનું ઘરેલું આનંદ આપવામાં આવે છે.