Gas attackers of Parliament: હુમલાખોરો ગાંધીનગરમાં, નાર્કો ટેસ્ટની શક્યતાઓ

બરોબર એક મહિના પહેલાં, સોકસભાની મુલાકાતીઓ માટેની ગેલરીમાંથી બે જુવાનો સાંસદોની બેસવાની જગ્યાએ ઘૂસી ગયા હતા અને ટીયર ગેસ છોડીને લોકસભાની સુરક્ષા વ્યવસ્થાની ઠેકડી ઉડાડી હતી.

Courtesy: India Daily

Share:

હાઈલાઇટ્સ

  • જરૂર જણાશે તો બહારના નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે
  • બંને આરોપીઓનો બ્રેઈન ઈલેક્ટ્રીકલ ઓસ્સીલેશન સિગ્નેચર (BEOS) કરવામાં આવશે

ગયા વર્ષે 13 ડિસેમ્બરના રોજ ચાલુ સંસદમા ઘુસીને સાંસદનો ભયના ઓથાર હેઠળ મુકી દેનારા ગેસ હુમલાખોરો પૈકીના બે ને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આગળની તપાસ માટે લાવવામાં આવ્યા હોવાનો અહેવાલ આજે સવારે સમાચાર માધ્યમો માં પ્રસિદ્ધ થયો છે. જો કે આ અંગે સત્તાધીશો કંઈ પણ કહેવાના તૈયાર નથી. 
 
આરોપીઓને દિલ્હી પોલીસ ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં લાયા છે અને ત્યાં તેમનો બ્રેઈન ઈલેક્ટ્રીકલ ઓસ્સીલેશન સિગ્નેચર (BEOS) કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો તેમનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે તેવું ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ આવૃત્તિમાં જણાવવા આવ્યું છે. જો કે નાર્કો ટેસ્ટ માટે સરકારની મંજૂરી લેવી પડે તેમ છે અને જો જરૂર જણાશે તો બહારના નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે. જેથી હુમલાખોરોનો સાચો ઈરાદો અને તેમની સાથે સંડોવાયેલા અન્ય લોકો અંગેની માહિતી કાઢી શકાય. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે બરોબર એક મહિના પહેલાં, સોકસભાની મુલાકાતીઓ માટેની ગેલરીમાંથી બે જુવાનો સાંસદોની બેસવાની જગ્યાએ ઘૂસી ગયા હતા અને ટીયર ગેસ છોડીને લોકસભાની સુરક્ષા વ્યવસ્થાની ઠેકડી ઉડાડી હતી. આ યુવાન હુમલાખોરોએ સરમુખત્યારસાહીના અંત માટે રાષ્ટ્રવાદ માટેના સ્લોગન પણ ગાતા હોવાનું તે વખતે જાહેર થયું હતું. એત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લલિત ઝા નામનો યુવાન આ સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર કહેવાય છે. જેની દિલ્હી પોલીસે ઘટનાના કેટલાક કલાકોમાં જ ધરપકડ કરી હતી.