Gold Price: ખુશ ખબર! સસ્તુ થયું સોનું, અમદાવાદમાં કેટલે પહોંચ્યો સોનાનો ભાવ?

Gold Price: સોના-ચાંદી ખરદીવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે એક ખુશ ખબર છે. આજે સવાર સવારમાં સોનું અને ચાંદી બંને સસ્તુ થયા છે. 10 ગ્રામ ગોલ્ડનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો આવો જોઈએ.

Share:

હાઈલાઇટ્સ

  • સોનાના ભાવમાં સવાર સવારમાં ઘટાડો
  • સો ગ્રામમાં રુપિયા 4500નો ઘટાડો થયો
  • લગ્ન સિઝન આવતી હોવાથી ખરીદી વધી શકે

અમદાવાદઃ જો તમે સોનુ કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સામાચાર તમારા માટે જ છે. બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ભારતમાં આજે સોનાનો ભાવ 5730 પ્રતિ ગ્રામ 22 કેરેટ સોના પર અને 6251 રુપિયા પ્રતિ ગ્રામ 24 કેરટ સોનાનો નોંધાયો છે. સો ગ્રામના ભાવમાં રુપિયા 4500 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 63895 રુપિયા જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 58842 રુપિયા જોવા મળ્યો હતો. ત્યારે વેપારીઓ પણ આશા સેવી રહ્યાં છે કે વેચાણમાં પણ વધારો થઈ શકે છે. 

અમદાવાદમાં આટલો ભાવ થયો 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારના દિવસે અચાનક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના બંનેના ભાવમાં ઘટાડો થયો હતો. સો ગ્રામમાં 4500 રુપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જે બાદ અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 58842 રુપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 63895 રુપિયાએ પહોંચ્યો હતો. ભાવામાં ઘટાડો થતા વેપારીઓને આશા છે કે, વેચાણમાં વધારો થઈ શકે છે. કારણ કે આવતા મહિને ફરી લગ્ન સિઝન જામવા જઈ રહી છે. કમૂરતા ઉતર્યા બાદ લગ્ન સિઝન જામવાની હોવાથી લોકો ખરીદી કરશે. 

22 અને 24 કેરેટમાં શું અંતર? 
24 કેરેટ ગોલ્ડ 99.99 ટકા શુદ્ધ હોય છે. જ્યારે 22 કેરેટ સોનું લગભગ 91 ટકા જેટલું શુદ્ધ હોય છે. 22 કેરેટ ગોલ્ડમાં 9 ટકા અન્ય ધાતુઓ તાંબું, ચાંદી, ઝિંક મિક્સ કરીને દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે. મહત્વનું છે કે, 24 કેરેટના દાગીના બનાવી શકાય નહીં એટલા માટે સોનીઓ 22 કેરેટનું સોનું વેચતા હોય છે.