કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં માણી ઉત્તરાયણની મજા, જગન્નાથ મંદિરે કર્યા દર્શન

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં તેમના પરિવાર, મિત્રો અને ભાજપના નેતાઓ સાથે તહેવારની ઉજવણી કરી હતી. તેમણે પોતાના દિવસની શરૂઆત પરિવારના સભ્યો સાથે જગન્નાથ મંદિરમાં પ્રાર્થનાથી કરી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ દર વર્ષે પરિવાર સાથે અમદાવાદ આવે છે
  • અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ઉત્તરાયણની મજા પણ માણી

રવિવારે મકરસંક્રાંતિ એટલે કે ગુજરાતના ઉત્તરાયણ પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે અમદાવાદમાં પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. આ અવસર પર લોકોએ તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા. આ તહેવાર નિમિત્તે અમિત શાહ સૌથી પહેલા અમદાવાદના જમાલપુરમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.

તેમણે આરતી કરી અને પરંપરા મુજબ મંદિરમાં ગાય અને હાથીની પણ પૂજા કરી. તેમણે આરતી કરી અને પરંપરા મુજબ મંદિરમાં ગાય અને હાથીની પણ પૂજા કરી. મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શાહે ટ્વીટ કર્યું, આજે ઉત્તરાયણના શુભ અવસર પર અમદાવાદના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી. મહાપ્રભુ જગન્નાથ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવે. જય જગન્નાથ.

ઉત્તરાયણની ઉજવણી


દર વર્ષની જેમ મકરસંક્રાંતિના અવસર પર અમિત શાહે પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેઓ જીવરાજ પાર્કમાં સ્વાતિ એપાર્ટમેન્ટ પહોંચ્યા, જ્યાં તેમણે કાર્યકરો સાથે પતંગ ઉડાવી. આ પ્રસંગે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકુર, અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે અનેક જગ્યાએ કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. ઘણી જગ્યાએ, લોકોએ તેમના ઘરની છત પરથી નાના જૂથોમાં પતંગ ઉડાવી હતી.

ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં પણ કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવમાં સામેલ થવાના છે. કાર્યક્રમ અનુસાર સાંજે પાંચ કલાકે સાબરમતી ક્ષેત્રના કાર્યકર્તાઓની સાથે શાયોના ક્રોસ રોડ પાસેની પ્રમુખ નગર સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. એટલુ જ નહીં, ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ બીજા દિવસ સોમવારે દિયોદરમાં બનાસ ડેરીના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે સામેલ થશે.