મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની તેમની મુલાકાત દરમ્યાન આજે એક સામાન્ય નાગરિક જેમ ખાવડા જંક્શન પર ચા પોતાના સલામતી કાફલા સાથે ઓચિંતા જ એક ચાની લારીએ ઉભા રહી ગયા અને પોતાના કાફલા સાથે ચા પીધી. તેમણે ચા વેચરના સહિત અન્ય સ્થાનિક લોકો સાથે સંવાદો કર્યા હતા. મુખ્યમંત્રી ગઇકાલ થી કચ્છ ની મુલાકાતે છે અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવ્યો હતો તેમજ કચ્છ માં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રીન્યુ એબલ એનર્જી પાર્ક ની કામગીરી નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી. તેમને આવી રીતે રસ્તા પર ચા પીવા માટે ઉભા રહેલા જોઈને ઘણા સ્થાનિક લોકોએ તેમની તસવીરો પણ ખેંચી હતી.