Goa to Gujarat: ગોવાની નાઈટ ક્લબનું ગુજરાત કનેક્શન, મહેસાણામાં અનેક જગ્યાએ ITના દરોડા

ગોવાની નામાંકિત નાઈટ ક્લબનું ગુજરાત કનેક્શન નીકળતા આઈટી વિભાગે મહેસાણામાં રહેતા નાઈટ ક્લબના સંચાલકને ત્યાં પણ રેડ કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી શકે છે

મહેસાણા: ગોવાની ફેમસ નાઈટ ક્લબના ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે. જેના કારણે મહેસાણામાં રહેતા ગોવા નાઈટ ક્લબના સંચાલકના ત્યાં પણ રેડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે, ગોવાની સાથે સાથે મહેસાણામાં પણ બેથી 3 જગ્યાએ IT દ્વારા દરોડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

મહેસાણાના અન્ય સમાચાર

સગીરાનો રેપ કરનારા નરાધમને 20 વર્ષની સજા
મહેસાણા જિલ્લાના એક ગામની સગીરાને ભગાડી ગયા બાદ તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ભાભર ખાતેથી ઝડપયા હતા. આ કેસમાં પોક્સો કોર્ટે ઘટનાના 4 વર્ષ બાદ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

અકસ્માતમાં હાથ ખભેથી અલગ, કરૂણ મોત
મહેસાણામાં થર્ટીફર્સ્ટની રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત થયું હતું. નવા વર્ષની ઉજવણીના ઉત્સાહમાં મિત્રો સાથે બુલેટ લઈને પરત ફરી રહેલો પ્રિયદત્ત રાણા પૂરપાટ ઝડપે ઘરે જતી વખતે બુલેટ થાંભલા સાથે અથડાયું ને એક જ ઝટકામાં ખભેથી હાથ અલગ થઈ ગયો તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતના હચમચાવી દેનારા સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ટક્કર સાથે જ હાથ ખભેથી અલગ થઈને ફૂટપાથ પર પડતો જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયદત્તના ચાર મહિના બાદ લગ્ન થવાના હતા, પરંતુ અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.