જોરદારઃ ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર નોંધાયો

બેરોજગારી દર ગુજરાતમાં સૌથી ઓછો નોંધાયો છે અને હિમાચલ પ્રદેશ બીજા ક્રમે છે.

Share:

હાઈલાઇટ્સ

  • વાહ રે ગુજરાત..સૌથી ઓછો બેરોજગારી દર નોંધાયો
  • પુરુષોની રોજગારીમાં ગુજરાત અવ્વલ, સ્ત્રીઓની વાતમાં છઠ્ઠુ
  • ગુજરાત બાદ હિમાચલ પ્રદેશ રોજગારીની વાતમાં બીજા ક્રમે

ગાંધીનગરઃ જુલાઈથી સપ્ટેમ્બર 2023ના સમયગાળા માટે કેન્દ્ર સરકારના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) રિપોર્ટ મુજબ, ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર નોંધાયો છે અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR)માં હિમાચલ પ્રદેશ બીજા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના માટે ગુજરાત માટે LFPR 52.9% જ્યારે હિમાચલ પ્રદેશ માટે તે 57.5% હતું. 

આ રહ્યો રિપોર્ટ 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, પુરુષોમાં ગુજરાતે દેશનું સૌથી વધુ LFPR 78.4% નોંધ્યું છે. 15-29 વર્ષની વય જૂથમાં ગુજરાતનું LFPR દેશમાં સૌથી વધુ 49.3% હતું. જ્યારે દેશનું એકંદર LFPR 39.9% હતું. જ્યારે આ વય જૂથમાં રાજ્ય પુરૂષ LFPRમાં 69% સાથે પ્રથમ સ્થાને છે. જ્યાં સ્ત્રીઓમાં તે છઠ્ઠા ક્રમે છે.

ગુજરાત માટે ગર્વ 
તો 15-29 વર્ષની ઉંમરના લોકોમાં જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ક્વાટર માટે રાજ્યમાં બેરોજગારીનો દર 7.1% હતો. જે દેશમાં સૌથી ઓછો છે. જેની રાષ્ટ્રીય સરેરાશ 17.3% છે. 15 અને તેથી વધુ વય જૂથમાં ગુજરાતમાં બેરોજગારીનો દર રાષ્ટ્રીય સરેરાશ 6.6% સામે 3.1% હતો.