Vibrant Gujarat Summit 2024: "ગુજરાત તારી માતૃભૂમિ છે અને હંમેશા કર્મ ભૂમિ રહેવી જોઈએ"

દેશમાં કરેલા કુલ રોકાણનું એક તૃતીયાંશ રોકાણ ગુજરાતમાં

Courtesy: ANI Hindi

Share:

હાઈલાઇટ્સ

  • મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટમાં કહ્યું રિલાયન્સ હતી, છે અને હંમેશા એક ગુજરાતી કંપની રહેશે
  • "રિલાયન્સ મારા 7 કરોડ ગુજરાતી ભાઈ -બહેનોના સપના સાકાર કરવા માટે રિલાયન્સ હંમેશા તત્પર રહેશે"
  • "છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે ભારતભરમાં 12 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ઉભી કરી છે તે પૈકી એક તૃતીયાંશ ભાગ ગુજરાતમાં રોકાણ"
  • નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૈાથી સફળ વડાપ્રધાન

10માં વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ જણાવ્યુ કે હું એવા કેટલાક નસીબદાર વ્યક્તિઓ પૈકીનો છું જેમને લગભગ
દરેક વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં હાજર રહેવાનું સૈભાગ્ય પ્રાપ્ત થયું છે. અત્યારનું નવું ગુજરાત આપણા વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે 
અને નરેન્દ્ર મોદી ભારતના અત્યાર સુધીના સૈાથી સફળ વડા પ્રધાન છે. વિશ્વ સ્તરે કોઈ એવું સમિટ નથી જે આટલા સમય સુધી સતત ચાલ્યુ હોય.

https://twitter.com/AHindinews/status/1744952569766789248?t=JluUJstNX8j9L_4t3wdowQ&s=19

 

મોદી હે તો મુન્કીન હૈ
મારા વિદેશ મિત્રો મને વારંવાર પુછતા કે મોદી હૈ તો મુમકીન હૈ નો શો અર્થ થાય ? જેમને મે એમ કહેલું કે મોદી વડા પ્રધાન છે અને તેઓ દીર્ધદૃષ્ટા છે અને
પોતાના વિઝન પ્રમાણે કામ કરે છે માટે તેઓ સફળ જાય છે અને અશક્યને શક્ય બનાવે છે.