ગુજરાતમાં બે દિવસ 25-35 KMPHની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી

Weather Update: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પંજાબ અને હરિયાણાના વિસ્તારોમાં ગાઠ ધુમ્મસ છવાયેલો રહેશે. દક્ષિણના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાતમાં દરીયાઈ તટે ભારે પવન ફૂંકાઈ શકે છે
  • ઉત્તરના ભાગોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી
  • હવામાન વિભાગે પાંચ દિવસ સુધી આવી સ્થિતિ રહેશે એવું કહ્યું

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પંજાબ-હરિયાણા અને ઉત્તરના અમુક વિસ્તારોમાં ગાઠ ધુમ્મસ છવાયેલું રહેશે. આ આગાહી 16 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. તેવી જ રીતે 17-18 ડિસેમ્બરના રોજ આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ ગતિવિધીમાં ધીરે ધીરે ઘટાડો નોંધાશે. તો ગુજરાતમાં આજે અને આવતીકાલે અમે બે દિવસ સુધી પવન ફૂંકાશે. 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. 

જોરદાર વરસાદ પડી શકે 
આગામી સોમવાર એટલે કે 18 ડિસેમ્બર સુધી કેરળ અને તામિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ, લક્ષદ્વીપમાં આગામી 19 ડિસેમ્બર સુધી આવી જ હવામાનની સ્થિતિ રહી શકે એવી શક્યતા છે. જ્યારે 18 ડિસેમ્બર સુધી કેરળ અને તામિલનાડુના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડે એવી વકી છે. 

હિમવર્ષાની આગાહી
તો હવામાન વિભાગના અનુમાન મુજબ, 17-18 ડિસેમ્બરે લક્ષદ્વીપના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે દક્ષિણ કેરળ અને દક્ષિણ તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી છે. 17 ડિસેમ્બરે એટલે કે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદમાં હળવા વરસાદ સાથે હિમવર્ષા થવાની આગાહી છે. જેની અસર ઉત્તર પંજાબ અને હરિયાણાથી માંડીને મેદાની વિસ્તારમાં જોવા મળશે. 

ગુજરાતમાં આવું વાતાવરણ રહેશે 
આ સિવાય ગુજરાતના તટીય અને અન્ય વિસ્તારોમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જે બાદ શક્યતા છે કે ગુજરાતના વાતાવરણમાં પણ સામાન્ય પલટો આવી શકે છે. હાલ ગુજરાતમાં જોઈએ એવી ઠંડી પડી રહી નથી. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.