Vibrant Gujarat Global Summit 2024: HAL આપશે ભારતને પ્રચંડ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, તેજસ એરક્રાફ્ટ ,સબમરીન , કિરણ એરક્રાફટ

સાઇકલ,સ્કૂટર, મોપેડ, મોટરસાયકલ અને ફોર-વ્હીલર શ્રેણીમાં વિવિધ મોડેલની કાર ટ્રેક્ટર અને બસના ઉર્જા સક્ષમ મોડેલ આકર્ષણનું કેન્દ્ર

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • પરિવહન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વર્તમાન સમયની જરૂરિયાત

પરિવહન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વર્તમાન સમયની જરૂરિયાત બની રહી છે. ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો સીમિત છે ત્યારે ભવિષ્યના 
પરિવહનની જરૂરિયાતો પૂર્ણ કરવા ઇલેક્ટ્રીક વાહનો અને તેના ઉપયોગની ટેકનોલોજીનો ઝડપી વિકાસ અતિ આવશ્યક છે. પરિવહન ક્ષેત્રે વાહનોથી 
થતા પ્રદૂષણને  નિવારવા સમગ્ર વિશ્વ એક મંચ પર છે. આ ક્ષેત્રમાં  સંશોધનોથી ઇલેક્ટ્રિક વ્હિકલ અને તેના ઉપયોગનું 
પ્રમાણ ખૂબ ઝડપ થી વધી રહ્યું છે. ગુજરાત સરકાર  પણ આ દિશામાં વ્યાપક પ્રોત્સાહનો આપી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો અંતર્ગત 
ડોમ નંબર -૨ ખાતે ઇ-વ્હીકલની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. ટુ -વ્હીલરથી લઈને ટ્રેક્ટર સુધીના વાહનો અહીં પ્રદર્શિત કરાયા છે. 
સાઇકલ,સ્કૂટર, મોપેડ, મોટરસાયકલ અને ફોર-વ્હીલર  શ્રેણીમાં વિવિધ મોડેલની કાર ટ્રેક્ટર અને બસના  ઉર્જા સક્ષમ મોડેલ  મુલાકાતીઓને 
આકર્ષિત કરી રહ્યા છે.

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ગતિશીલતા જેવી બાબતોની માહિતી અહી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રતિભાગીઓને ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશનમાં 
નવીનતમ એડવાન્સમેન્ટ્સ શોધવાની તક મળશે, નવીન વાહન મોડલથી લઈને અત્યાધુનિક ચાર્જિંગ તકનીકો એમજી હેક્ટર, મારુતિ સુઝુકી ઈન્ડિયા 
લિમિટેડ, ટેસ્કો ચાર્જઝોન વગેરે જેવી કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે .અહીં આત્મ નિર્ભર ભારતને ઉજાગર કરી સ્વદેશ નિર્મિતક્રાફ્ટ અને 
અન્ય ઉત્પાદનો બનાવનાર હિન્દુસ્તાન લિમિટેડનો સ્ટોલ વિવિધ મોડેલ પ્રસ્તુત કરી મુલાકાતીઓને આકર્ષી રહ્યો છે.

એચએએલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડનો સ્ટોલ આ ડેમનું વિશેષ આકર્ષણ બની રહ્યું છે. ડિફેન્સ ક્ષેત્રે ઉપયોગી એવા ઉત્પાદનો 
સ્વ નિર્મિત કરી HAL ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂતી આપી રહી છે. આત્મનિર્ભર ભારતને ખરા અર્થમાં સાકાર કરી એચએએલ હાલમાં પ્રચંડ 
લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, તેજસ એરક્રાફ્ટ ,સબમરીન , કિરણ એરક્રાફટ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી હોય એવા ઉત્પાદનોનું નિર્માણ કરી રહી છે.
નાસિક કોરપુટ, હૈદરાબાદ, લખનઉ ,કાનપુર અને બેંગ્લોર સ્થિત કંપનીના પ્લાન્ટમાં હાલમાં ડિફેન્સ ક્ષેત્રે ઉપયોગી હોય એવા ઉત્પાદનોનું નિર્માણ 
અને સંશોધન કરવામાં આવી રહ્યું છે.