Makkar Sankranti: નોંધીલો આ નંબરો અને કરો ફોન જો તમે જુઓ કોઈ ઘાયલ પક્ષીઓને

સવારે 6થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન જો ઓછી પતંગો ચગે તો પક્ષીઓને તેમના માળે પાછા જવાનો સમય મળી જાય

Courtesy: Saffan Ansari

Share:

હાઈલાઇટ્સ

  • ઘાયલ પક્ષીઓ માટે ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર WhatsApp મેસેજ કે મિસ કોલ કરી શકાય છે

સફ્ફન અન્સારી
 

પતંગોની વચ્ચેથી પસાર થતાં પક્ષીઓ હંમેશા ડરેલા રહે છે અને તેમનો ડર ત્યારે સાચો ઠરે જ્યારે તેમને પાકી દોરી ઘાયલ કરે. આજથી શરૂ થતા ઉત્તરાયણના પર્વે પતંગ સાથો સાથ કુદરતે આપણને આપેલી પશુ-પક્ષીઓ રૂપી સંપત્તિને પણ સાચવીએ. 
આપણી નહીં તો અન્ય પતંગબોજોની દોરીથી જો કોઈ અબોલો પશુ-પક્ષીને ઈજા થઈ હોય તો બાજુમાં થઈને નિકળી જવાની જગ્યાએ એનિમલ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગીએ. 

Injured birds
પતંગની દોરી નથી જોતી તે કોને નુકસાન કરી શકે છે પણ તમે જરુર સમજી શકો છો. Saffan Ansari

એટલા જ માટે સૈારાષ્ટ્રક્ચ્છ આજે તમને એવા કેટલાક નંબરો આપવા માંગે છે જે તમને આજે અને આવતી કાલે મદદરૂપ થશે. આ નંબરો અમદાવાદમાં કાર્યરત જીવદયા સંસ્થાઓના છે જે ગમે ત્યારે ફોન કરો મદદ માટે આવી જશે તેવો તેમણે પણ ખાતરી આપી છે. એક જ સંસ્થા પાસેથી મળેલા આંકડા એવું કહે છે કે ઉત્તરાયણના 11 દિવસ અગાઉ 750થી વધારે કોલ પક્ષી બચાવવા માટે આવ્યા હતા અને તે પૈકી કબુતર અને સમડી વધારે છે. આ ઉપરાંત160 પક્ષીઓ સારવાર કેન્દ્ર આવતા સુધી માં જ મૃત્યુ પામી ગયા છે. 


(1) 9664589519, 8733084726     જીવદયા 
(2) 7600010108, 9974230010     અમેઝિંગ સેવા ફોર એનિમલ  
(3) 9697601008             પરેવડા ગ્રુપ
(4) 9429410108             નમો નમહ 
(5) 7600009845             ફોરેસ્ટ હેલ્પલાઇન
(6) 9974800086             સંવેદના ફાઉન્ડેશન
(7) 9909730030             કરુંના અભિયાન
(8) 94086 90222         શ્રી દાનેવ ફાઉન્ડેશન