Ahmedabad: પતિ, પત્ની આૈર વો..પતિ લંડનમાં લીવ - ઈનમાં રહેવા લાગ્યો, પત્નીની પોલીસ ફરિયાદ

આજે ગુજરાતીઓમાં વિદેશ જવાનો ભારે ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે વાસણા વિસ્તારમાં રહેતો શખ્સ પણ લંડન ગયો હતો. જ્યાં ગયા બાદ તે અન્ય ભારતીય મહિલા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો હતો. ત્યારે પત્નીએ પણ જબરો પાઠ ભણાવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • લંડનમાં જઈ પતિ બીજી સાથે લિવઈનમાં રહેવા લાગ્યો
  • પત્નીને ખબર પડી તો પતિએ 20 લાખ માગ્યા
  • આખરે પત્નીએ પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિને પાઠ ભણાવવા માટે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો. તેનો પતિ લંડન ગયો હતો. જ્યાં પહોંચ્યા બાદ તે અન્ય ભારતીય મહિલા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો હતો. જ્યારે આ વાતની જાણ વાસણામાં રહેતી પરિણીતાને થઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એ પછી પતિએ પત્ની પાસે રુપિયા 20 લાખ માગ્યા હતા. જો આ દહેજ ન આપે તો છૂટાછેડા આપવાની ધમકી પણ આપી હતી. જે બાદ પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

પતિ લંડન ગયો 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ન્યૂ વાસણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન મૂળ ભાવનગરના સિંહોરમાં રહેતા યુવક સાથે 2017માં થયા હતા. લગ્ન જીવન બાદ તેઓના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. થોડા સમય બાદ પતિ લંડન જતો રહ્યો હતો. જ્યારે પણ મહિલા પોતાના પતિને ફોન કરે તો તે ઉપાડતો નહોતો. 

પત્નીને ધમકી આપી 
જો કદાચ ફોન ઉપાડે તો તે એવી ધમકી આપતો હતો કે, તે છૂટાછેડા લેવા માગે છે. આવું કહ્યા બાદ તે ઝઘડો કરવા લાગતો હતો. ધીરે ધીરે આ વિવાદ વકરવા લાગ્યો હતો. થોડા દિવસો પછી તે ભારત પરત આવ્યો હતો. અહીં રહ્યા બાદ પોતાની પત્ની અને દીકરીને લંડન લઈ ગયો હતો. આ પરિવાર લંડન પહોંચ્યો અને રહેવા લાગ્યો હતો. 

પતિનું બીજી સાથે ચક્કર 
થોડા દિવસો બાદ પત્નીને ખબર પડી કે તેના પતિનું અન્ય ભારતીય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યુ છે. તેનો પતિ આ યુવતી સાથે લિન ઈનમાં રહે છે. આ વાતની જાણ થતા પત્ની ભાંગી પડી હતી. પત્નીએ જ્યારે આ વાતની પૂછપરછ કરી તો ઝઘડો કર્યો અને પત્ની પાસે રુપિયા 20 લાખ માગ્યા હતા. આખરે પત્ની પણ કંટાળી ગઈ હતી. બાદમાં તેણે ભારત આવીને અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.