Ahmedabad: પત્નીને દારુ પીવા દબાણ કર્યુ, ના પાડી તો ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદમાં રહેતી મહિલાને લગ્નના ત્રણ જ મહિનામાં પસ્તાવનો વારો આવ્યો હતો. પતિ અને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. પતિ અને સસરા દ્વારા તેને દારુ પીવા માટે દબાણ કરવામાં આવતું હતું. પતિ અને સાસરીયાઓનો અત્યાચાર સહન ના થયા પોલીસ ફરિયાદ કરી

Share:

હાઈલાઇટ્સ

  • લગ્નના ત્રણ જ મહિનામાં પતિએ અસલી ચહેરો બતાવ્યો
  • પત્નીને દારુ પીવા માટે પતિ-સસરા દબાણ કરતા હતા
  • પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, બીજીને લઈ ફરવા લાગ્યો

અમદાવાદઃ મહિલાઓ સાથેના અત્યાચારમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. લાખો મહિલાઓ ઘરેલૂ હિંસાનો ભોગ બની રહી છે. ત્યારે મણિનગરમાં રહેતી મહિલાને પણ આવા જ દિવસો જોવાના વારો આવ્યો હતો. મહિલાનો આક્ષેપ છે કે, લગ્નના ત્રણ મહિના બાદ તેના પતિ અને સાસરીયાઓ દ્વારા માનસિક ત્રાસ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. પતિ અને સસરા દારુ પીવા માટે તેને દબાણ કરતા અને જો તે એમ ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. એ પછી પતિએ તેને કાઢી મૂકી હતી. 

મહિલાના આક્ષેપ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગરમાં પોતાના પિયરમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, ગોમતીપુર વિસ્તારમાં રહેતો તેનો પતિ અને સાસરીના લોકો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા છે. મહિલાનો આક્ષેપ છે કે, 2010માં તેના લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પતિ અને સાસરીના લોકો દ્રારા ત્રાસ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. 

દારુ પીવા દબાણ 
પતિ અને સસરા સાથે દારુ પીવે અને પછી તેને પણ દારુ પીવા માટે દબાણ કરતા હતા. જો તે ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. એ પછી પત્ની પોતાના પતિ સાથે બીજે ભાડે રહેવા માટે ગયા હતા. એ પછી પતિ તેને ત્યાં મૂકીને ગોમતીપુર જતો રહ્યો હતો. જ્યારે તે ઘરે આવી તો ઘરમાં ઘૂસવા ન દીધી અને કાઢી મૂકી હતી. આખરે મહિલા તેના પિયરમાં રહેવા લાગી હતી. 

પાઠ ભણાવ્યો
આ મુદ્દે સામાધાનના અનેક પ્રયાસો કર્યા પણ સાસરીયાઓ માન્યા નહીં. આ દરમિયાન પત્નીને એવું પણ જાણવા મળ્યું કે, તેનો પતિ કોઈ વિધવા મહિલાને લઈને ફરી રહ્યો છે. આખરે, પરિણીતા હારી ગઈ હતી. પતિ અને સાસરીયાઓને પાઠ ભણાવવા માટે તેણે તમામ લોકો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.