Ahmedabad: ધામધૂમથી લગ્ન કરીશું..લંડનમાં ત્રાસ આપી પતિએ પત્નીને ભારત મોકલી સંબંધ કાપ્યા

અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેની સાથે ભણતા યુવક સાથે પહેલાં સાદાઈથી લગ્ન કર્યા. પછી બંને લંડનમાં રહેવા માટે ગયા હતા. અહીં પત્નીને ત્રાસ આપવાનનું શરુ કરવામાં આવ્યું હતું. જે બાદ તેણે પોલીસ ફરિયાદની ધમકી આપી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સાદાઈથી લગ્ન કરી લંડન લઈ ગયો અને પછી ભારત મોકલી
  • ધામધૂમથી લગ્ન કરવાનું કહી ભારત મોકલી સંબંધ કાપી નાખ્યા
  • પત્નીએ પતિ, નણંદ અને તેના પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ શહેરના ઈન્કમટેક્સ પાસે રહેતી એક યુવતીના લગ્ન 11 મહિના પહેલાં થયા હતા. આ લગ્ન એકદમ સાદાઈથી થયા હતા. લગ્ન થયાના થોડા સમય બાદ યુવતી તેના પતિ સાથે લંડન રહેવા માટે જતી રહી હતી. લંડન પહોંચ્યા પછી વળાંક આવ્યો હતો. યુવતીને તેના પતિ અને નણંદ દ્વારા ત્રાસ આપવાનું શરુ કરી દેવાયુ હતુ. જે બાદ પતિએ પત્નીને એવું કહ્યું કે, આપણે ધામધૂમથી લગ્ન કરીશું. ભારત જઈને ધામધૂમથી લગ્ન કરીશું. આવો વિશ્વાસ આપી પત્નીને ભારત મોકલી પતિએ સંબંધ કાપી નાખ્યા હતા. જે બાદ મહિલાએ આ મામલે ગુનો નોંધાવ્યો હતો. 

સાદાઈથી લગ્ન કર્યા 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈન્કમટેક્સ પાસેની એક સોસાયટીમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, જ્યારે તે ભણતી હતી ત્યારે એક યુવકના પ્રેમમાં હતી. તેના લગ્ન ગઈ 27 જાન્યુઆરીના રોજ આ જ યુવક સાથે થયા હતા. એ સમયે તેઓએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. એ પછી લગ્નના થોડા સમય બાદ ગઈ 22 ઓગસ્ટના રોજ તે તેના પતિ સાથે લંડન રહેવા ગઈ હતી. 

માનસિક ત્રાસ શરુ 
લંડન પહોંચ્યા પછી યુવતીના જીવનમાં ટ્વિસ્ટ આવ્યો હતો. અહીં તેને તેના પતિ, નણંદ અને તેના પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો. તેને ભૂખી રાખવામાં આવતી હતી. આખરે યુવતીએ એકવાર પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી તો તેઓએ ત્રાસ આપવાનું બંધ કરી નાખ્યું હતું. બાદમાં તેને સાચવવા લાગ્યા હતા. 

લગ્નનું કહી ભારત મોકલી દીધી 
ગઈ 24મી ઓક્ટોબરે પત્નીને પતિએ એવું જણાવ્યું કે, આપણે ધામધૂમથી લગ્ન કરવાના છે. ભારતમાં જઈને આપણે ધામધૂમથી લગ્ન કરીશું. આ રીતે વિશ્વાસમાં લઈ પતિએ પત્નીને ભારત મોકલી દીધી હતી. એ પછી જ્યારે પત્ની ફોન કરે તો તે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરતો હતો અને સંબંધ કાપી નાખવાની વાત કરતો હતો. આખરે પત્નીએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.