Ahmedabad: જમાલપુરની આ મહિલાઓ મોકલે છે 2 સ્ટાર 3 સ્ટાર હોટેલોમાં રોટલી

એવા 8 ઘરોમાંથી દરરોજ 50 કિલો લોટ જાય છે. કુલ લોટનો વપરાશ 400 કિલો થાય છે. આ લોટમાંથી ૧૪ થી ૧૫ હજાર રોટલી બનાવવામાં આવે છે. જેમાં ઘરદીઠ 1500 રૂપિયા કમાય છે. એક દિવસની આવક રુપિયા 15000 છે. બજારમાં કુલ 40 થી 42 લોકો કામ કરે છે. સામાન્ય ઘરમાંથી આવે છે. 

Courtesy: Saffan Ansari

Share:

હાઈલાઇટ્સ

  • જે રોટલી હોટેલ કે રેસ્ટોરન્ટમાં રૂ. 7 થી લઈને રૂ 20 માં વેચાય છે તેની મૂળ કિંમત. પ્રતિ રોટલી 2 થી 2.5 રૂપિયા છે

સફ્ફાન અન્સારી

 
વાંકો ચુકો તોય વહુનો રોટલો એ કહેવતતો તમે તમારા ઘરના વૃદ્ધો કે વડિલોના મુખે સાંભળી જ હશે જે લોકો પોતાની પુત્રવધુના હાથે બનાવાયેલી ગમે તેવી રોટલી ખાઈ લેતા હતાં. પરંતુ આજે સમય અલગ છે. પુત્ર વધુ પાસે સમય નથી અને છે તો તે સોશિયલ મિડીયામાં વ્યસ્ત છે. પરિણામે, બપોરની રોટલી ઘરમાં બનતી નથી પણ બહાર હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી આવે છે. પરંતુ ઘર પાસેની હોટેલ કે રેસ્ટોરનટમાં એ રોટલી આવે છે એ તમને ખબર છે?


આટલું જ નહીં અમદાવાદની ઘણી 3 સ્ટાર, 2 સ્ટાર હોટેલોમાં પણ અહીંયાથી જ  રોટલી જાય છે અને સ્થળ છે અમદાવાદનો જમાલપુર વિસ્તાર જ્યાં છેલ્લા 25 વર્ષથી કેટલીક મહિલાઓ ફક્ત અને માત્ર રોટલી બનાવવાના જ વ્યવસાયમાં છે અને તેનાથી તેઓ ખુશ છે કારણ કે પૈસા કમાવવા સાથો સાથ આ કામ તેમને સંતોષ પણ આપે છે. 


આ ઉપરાંત રોજની આશરે 15,000 જેટલી રોટલીઓ બનીને જુદી જુદી રેસ્ટોરન્ટમા પણ જાય છે અને જે રોટલી હોટેલ કે રેસ્ટોરન્ટમાં રૂ. 7 થી લઈને રૂ 20 માં તમને આપવામાં આવે છે તેની મૂળ કિંમતતો. પ્રતિ રોટલીની કિંમત 2 થી 2.5 રૂપિયાની છે.


એવા 8 ઘરોમાંથી દરરોજ 50 કિલો લોટ જાય છે. કુલ લોટનો વપરાશ 400 કિલો થાય છે. આ લોટમાંથી ૧૪ થી ૧૫ હજાર રોટલી બનાવવામાં આવે છે. જેમાં ઘરદીઠ 1500 રૂપિયા કમાય છે. એક દિવસની આવક રુપિયા 15000 છે. બજારમાં કુલ 40 થી 42 લોકો કામ કરે છે અને અહીં કામ કરનારા બધાં જ સામાન્ય ઘરમાંથી આવે છે. 


આજના સમયમાં એવું કહેવામાં આવે છે કે ઘરે બેઠા કામ ન થાય આ બહેનોએનું કામ મહેનતનીથી સાબિત કર્યું છે, કે ઘરે બેઠા પણ કામ કરી શકાય છે પૈસા કમાવી શકાય છે.આ રોટલી બજાર સવારના 9:00 વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા સુધી ચાલુ રહે છે. ફરજાના બેન જણાવ્યા મુજબ રોટલી વેચાણ તવા,લારી અને, 3 સ્ટાર હોટલોમાં જાય છે. જે લારી હોટલોમાં 5 થી 10 રૂપિયામાં વેચાય છે. રોટલીઓ ઘરની જેમ જ હોય છે. આજુબાજુના વિસ્તારના લોકો ત્યાંથી રોટલી લાવે છે.

આ બજારમાં મળે છે માત્ર ₹2 રૂપિયામાં રોટી, રોજનુ રોટલીનુ વેચાણ 14000 થી 15000