Makar Sankranti: પતંગ રસીયાઓ માટે માઠા સમાચાર...

પતંગ રસીયાઓ આખો દિવસ ગરમીમાં સેકાય તેવી શક્યતાઓ છે કારણ કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લધુત્તમ તાપમાન 10 ડીગ્રી થી લઈને 14 ડીગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતાઓ છે

Courtesy: BBC weather

Share:

હાઈલાઇટ્સ

  • બીબીસી વેધર રીપોર્ટ કહે છે કે અમદાવાદમાં 14મી તારીખે હવાનું જોર 8 કીમી પ્રતિ કલાક હશે
  • 15મીને સોમવારે હવા નબળી પડીને 6 કીમી પ્રતિ કલાક થવાની શક્યતાઓ છે
  • સૈાથી વધારે હવાન સુરતમાં રહેશે જે બંને દિવસે 10 - 11 કિમી પ્રતિ કલાક હશે

ગુજરાતના પતંગ રસીયાઓ માટે અત્યારે જો કો સમાચાર સૈાથી અગત્યના હોય તો તે એ છે કે રવિવાર અને સોમવાર, 14 અને 15 જાન્યુઆરીને ઉત્તરાયણના તહેવારે પવન રહેશે કે નહીં? તો સમાચાર થોડા માઠા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી સહિતની મોટી મોટી વેધર ચેનલો દ્વારા એવું અનુમાન કરવામાં આવ્યું છે કે તહેવારના આ બંને દિવસોએ ઠંડીનું જોર કદાચ રહે પણ પવન એટલો રહેશે નહીં જેના કારણે પતંગ ચગાવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. 

Weather likely to be cold in Ahmedabad
Weather likely to be cold in Ahmedabad BBC weather

હવામાનની ચોક્કસ માહિતી માટે જાણિતી બીબીસી બેધરના જણાવ્યા અનુસાર, રવિવારને ઉત્તરાયણના પ્રથન દિવસે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન એટલે કે વધુમાં વધુ 27 ડીગ્રી સેલ્સિયસ જેટલું રહેશે અને લધુત્તમ એટલે કે ઓછામાં ઓછું 10 ડીગ્રી સેલ્સિયસ જેટલુ રહેશે. સવારના 1030થી રાતના 730 સુધી તાપમાન 20 ડીગ્રી જેટલુ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેવાની કોઈ શક્યતાઓ દર્શાવામા આવી નહીં હોવાના કારણે તાપ વધારે ચચરે તો નવાઈ નહીં. આ જ રીતે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે જાન્યુઆરી 15ને સોમવારે,
અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડીગ્રી સેલ્સિયસ અને લધુત્તમ 11 ડીગ્રી સેલ્યિયસ રહેવાની શક્યતાઓ છે. સોમવારે સવારે 1130થી તાપમાનનો પારો
21 ડીગ્રી જેટલો હશે જે વધીને સાંજે 530  સુધીમાં 24 થી 25 ડીગ્રી થવાની શક્યતાઓ રહેલી છે. 

આજ રીતે વડોદરા વીશે બીબીસી વેધર ચેનલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે રવિવારને 14 જાન્યુઆરીના દિવસે અહીંયા મહત્તમ તાપમાન 28 ડીગ્રી સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન 11 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. સવારે 1030 વાગે તાપમાન 21 ડીગ્રી હશે જે વધીને 430 સુધીમાં 25 ડીગ્રી થવાની શક્યતાઓ છે. આકાશ વાદળછાયુ નહીં રહેવાના શક્યતાઓ સાથે સીધો તાપ પતંગરસીયાઓની મઝા મારી શકે છે. સોમવારને 15મી જાન્યુઆરીએ દિવસ દરમિયાન તાપમાનમાં વધારે ફેરફારો નોંધાય તેવી શક્યતાઓ નથી અને તે દિવસે પણ મહત્તમ તાપમાન 28 ડીગ્રી અને લધુત્તમ
તાપમાન 11 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ ભાખવામાં આવી છે. 

સુરતમાં તાપમાન વધારે રહેવાની શક્યતાએ દર્શાવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ, રવિવારને 14મી જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 29 ડીગ્રી અન લધુત્તમ તાપમાન 14 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. અહીંયા સવારથી જ વાતાવરણ 22 ડીગ્રી પહોંચી જશે જે સવારે 930થી અનુભવાશે. જ્યારે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો નોંધાશે અને બપોરે 330 વાગે 29 ડીગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. જો કે ત્યાર બાદ પોરો ફરીથી નીચે 
આવશે અને રાત્રે 1130 ની આસપાસ 22 ડીગ્રી સુધી જવાની શક્યતાઓ છે. આજ રીતે સોમવારે ને 15મી જાન્યુઆરીએ હવામાનમાં જોઈ ઝોઝો ફરક અનુભવાશે નહીં અને મહત્તમ અને લધુત્તમ તાપમાન અનુક્રમે 28 અને 13 ડીગ્રી રહેવાની સંભાવનાઓ છે.