ગાંધીના ગુજરાતમાં પ્રવેશી દારૂ મુક્તિ, GIFT સીટીમાં પીવાશે દારૂ

ગિફ્ટ સિટી ખાતે લોકોને ત્યાંની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબને દારૂ પિવડાવવાની છૂટ અપાઈ... વેચવાની નહી!

Share:

હાઈલાઇટ્સ

  • હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ
  • વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

આમતો એવું કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ મામલે મોટી-મોટી વાતો પણ થાય છે. જો કે, હવે રાજ્ય સરકારે જ ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં કામ કરતા અને ત્યાંની મુલાકાતે આવનારા તમામ લોકોને દારુ પીવાની મંજૂરી આપી છે.  

કોને મળશે આ છૂટ? 

પ્રાપ્ત વિગતો અનુસાર ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટ ત્યાં કામ કરતા બધા જ કર્મચારીઓ, અને માલિકોને લિકર એક્સેસ પરમીટ આપવામાં આવશે. આ પરમીટ દ્વારા તેઓ " વાઈન એન્ડ ડાઈન " આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં દારુ પી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્સપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે. 


હોટલ-રેસ્ટોરન્ટને દારુ પિવડાવવાની છૂટ, વેચવાની નહીં! 

આખીય વાતમાં મહત્વની અને નોંધનીય બાબત એ છે કે, ગિફ્ટ સિટી ખાતે આવેલા કે આવનારા લોકોને ત્યાંની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબ પોતાના ત્યાં વાઈન એન્ડ ડાઈનની સુવિધા આપી શકશે પરંતુ તેઓને કોઈપણ બ્રાન્ડના લિકરની બોટલ વેચી શકશે નહીં. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં દારુ પી શકે તેવી છૂટ અપાઇ છે. પરંતુ મહત્ત્વનું છે કે હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ દારુની બાટલીનું વેચાણ કરી શકશે નહીં.
 

કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, એકબાજુ આવા આદેશ અને બીજી બાજુ ગિફ્ટ સિટીને દારૂડીયા હબ માટેની પરવાનગી આપતી ભાજપની ભુપેન્દ્ર પટેલ સરકારે ગંડુ નગરીને કાલ્પનિક વાતને, વાસ્તવિકમાં ફેરવી ગાંધી-સરદારના ગુજરાતને વિશ્વમાં શરમજનક પરિસ્થિતિમાં મૂકી દિધું છે.