Mozambique to Gujarat: મોઝામ્બિકના રાષ્ટ્રપતિ આઇઆઇએમના એલ્મનાય

પ્રધાનમંત્રીએ ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર અંગે જણાવ્યું હતું

Courtesy: ગુજરાત સરકાર

Share:

હાઈલાઇટ્સ

  • ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની પણ ઘનિષ્ઠ બનાવશે
  • ચેક રિપબ્લિક શરૂઆતથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહયોગી

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ યુત ફિલિપે ન્યુસીને સમિટમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભારતની અધ્યક્ષતા હેઠળ g20માં કાયમી સભ્યપદ મળવા અંગે તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોઝામ્બિકના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ દેશો વચ્ચેના સંબંધો ઉપરાંત ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની પણ ઘનિષ્ઠ બનાવશે. ચેક રિપબ્લિક શરૂઆતથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહયોગી રહ્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ચેકના  પ્રધાનમંત્રી યુત પીટર ફીઆલાએ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ ભારતની લીધેલ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. પ્રધાનમંત્રીએ ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર અંગે જણાવ્યું હતું. 

ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તે

Dr José Ramos-Horta, President, Of The Democratic Republic Of Timor-Leste
ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિજોસ રામોઝ હોર્તાનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Government of Gujarat

વડાપ્રધાને જણાવ્યું હતું કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને પોતાના દેશના સ્વતંત્ર સંગ્રામ સાથે જોડનારા  જોઝેની ગાંધીનગરની મુલાકાત વિશેષ છે. તેમણે આસીયાન સહિતના સંગઠનોમાં તિમોર લેસ્તે સાથેના સહયોગને અતિ અગત્યનો ગણાવ્યો હતો.