Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતના માર્ગો સુધારવા 500 મિલિયન ડોલર લોન NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક તરફથી

વાઈબ્રન્ટ સમિટ-2024 અન્વયે NDB અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ સંપન્ન થયાં

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ગ્રામીણ માર્ગોના સુદ્રઢીકરણ તથા રોડ નિર્માણમાં નવી ટેકનોલોજી એનડીબી આપશે નોલેજ સપોર્ટ
  • પર્યાવરણ સુરક્ષા અને સલામત રોડ ડિઝાઇન માટે રાજ્યના માર્ગ મકાન વિભાગને એનડીબી માર્ગદર્શન આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે આ અંગેના પ્રોજેક્ટ લોન
એગ્રીમેન્ટ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.  ગ્રામીણ માર્ગોના સુદ્રઢીકરણ તથા રોડ નિર્માણમાં નવી ટેકનોલોજી અપનાવવા, પર્યાવરણ સુરક્ષા અને સલામત રોડ ડિઝાઇન માટે રાજ્યના માર્ગ મકાન વિભાગને એનડીબી નોલેજ સપોર્ટ આપશે. 

NDB દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગને જુદા જુદા અંદાજે 1,200 કિલોમીટર લંબાઈમાં જીઓ સિન્થેટીક, જીઓ ટેક્ષટાઇલ, જીઓ ગ્રીડ, લાઇમ સ્ટેબિલાઇઝેશન વગેરેનો માટે સપોર્ટ કરાશે. એટલું જ નહીં, પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ બારમાસી રોડનું બાંધકામ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં NDBના વાઇસ પ્રેસિડેન્ટ યુત વ્લાદીમીર  કાઝબેકોવ અને ન્યૂ ડેવલોપમેન્ટ બેંકના ઇન્ડીયન રિજીયન ઓફિસના ડીરેક્ટર જનરલ ડી.જે.પાંડિયને ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન, ક્લાયમેટ ફાયનાન્સીંગ તથા સર્વિસીઝ સેક્ટર્સ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. 

મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, જે.પી.ગુપ્તા, વરિષ્ઠ 
સચિવો અને NDB તથા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.