ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૨૦થી વધારે અધિકારીઓ-કર્મચારીઓની ગાંધીનગર ખાતે એક દિવસની
‘રેકર્ડ મેનેજમેન્ટ’ તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં રેકર્ડનો ક્રમિક વિકાસ, રેકર્ડની અગત્યતા અને ઉપયોગીતા, રેકર્ડનું વર્ગીકરણ, રેકર્ડ રૂમની લઘુત્તમ જરૂરીયાતો વિશે વિગતે માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, આ તાલીમમાં આ.ટી.આઈ, બી.પી.એલ કાર્ડ અને રેકર્ડ તથા શાસન સૂત્રો જેવા વિવિધ વિષયો અંગે ઉંડાણમાં સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૦ કરતાં વધારે જૂના ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદર્શન તેમજ તાલીમાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ખાસ ફરજ પરના અધિકારી એચ.આર.મોદી ના અધ્યક્ષતામાં યોજાઈ હતી.
‘રેકર્ડ મેનેજમેન્ટ’ તાલીમમાં ગુજરાત રાજ્ય અભિલેખાગારના નિવૃત્ત અધિક્ષક જીતેન્દ્ર .વી શાહ અને નિવૃત્ત કચેરી અધિક્ષક ડી.જી.રાઠોડ હાજર રહ્યા હતા. સમગ્ર તાલીમનું સંચાલન વહિવટી અધિકારી સી.કે ખરાડી દ્વારા કરવામાં આવ્યું હતું તેમ વધુમાં જણાવાયુ હતું.