Dwarka: 37000 આહિરાણીઓએ પરંપરાગત પહેરવેશમાં 'મહા-રાસ' લઈને વિશ્વ વિક્રમ સર્જ્યો

ભગવાન શ્રીકૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે. તેમજ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાષ રાસ રમ્યા હતા, અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ.

Share:

હાઈલાઇટ્સ

  • દેવભૂમિ દ્વારકામાં અનોખો ઈતિહાસ રચાયો હતો
  • 800 વીઘા જમીન પર આહિરાણીઓનો મહા રાસ

આહિર સમુદાયની 37000 મહિલાઓએ પરંપરાગત પહેરવેશમાં હિળોળાભેર રાસ લઈને અનોખો વિક્રમ સર્જ્યો છે. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ 16108 આહિરાણીઓના રાસનું આયોજન કરાયું હતું. પરંતુ 37000 આહિરાણીઓના રજિસ્ટ્રેશન થતાં સમગ્ર માહોતનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આહિર સમુદાયની મહિલાઓ આ અભૂતપૂર્વ અવસરમાં જોડાઈ હતી. એટલું જ નહીં, આ મહારાસમાં દેવભૂમિ દ્વારકાના લોકસભાના સભ્ય પૂનમ માડમ પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દ્વારકામાં 23-24 ડિસેમ્બરના રોજ યોજાયેલા બે દિવસીય મહારાસમાં 37,000 થી વધુ મહિલાઓ એકત્ર થઈ હતી. પરંપરાગત લાલ પોશાક પહેરેલી મહિલાઓ ભગવાન કૃષ્ણની મૂર્તિની આસપાસ વર્તુળમાં નૃત્ય કરતી હતી. બાણાસુરની પુત્રી અને ભગવાન કૃષ્ણની પુત્રવધૂ ઉષા રાસની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશાળ નંદધામ સંકુલમાં યોજાયો હતો. આ મેળાવડામાં ભારતના વિવિધ ભાગોમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી પણ સહભાગીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં આહિર યાદવ સમાજના 1.5 લાખથી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. પ્રદર્શન બાદ તમામ 37,000 ભાગ લેનાર મહિલાઓને ગીતા પુસ્તકની ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી.

શ્રીમદ ભાગવત ગ્રંથના રસપંચાધ્યાયીમાં રસેશ્વર રસરાજના વર્ણન મુજબ ભગવાન શ્રી કૃષ્ણની વ્રજભૂમિમાં દિવ્ય રસ જોવા મળ્યો હતો, જે 5000 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશની રાજધાનીમાં શરૂ થયો હતો, તેને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો.

800 વીઘા જમીન પર મહારાસ
દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા રુકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયાની જમીન પર આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળને નંદદામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા જમીન પર ફેલાયેલું છે, જ્યાં મહારાસ થઈ.