પતિએ પત્ની સાથે કરેલો શારિરીક દુર્વ્યવહાર પણ 'બળાત્કાર' જ ગણાશેઃ ગુજરાત HC નો મહત્વનો ચૂકાદો

બળાત્કાર એ બળાત્કાર જ હોય છે, ભલે પછી તે કોઈપણ વ્યક્તિ કરે: હાઈકોર્ટ

Share:

હાઈલાઇટ્સ

  • પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયા સહિતના લગભગ 50 દેશોમાં વૈવાહિક બળાત્કાર એ ગુનો ગણાય છે
  • ઘણા દેશો તેને ગુનો જાહેર કરવા જઈ રહ્યા છે

ગુજરાત હાઈકોર્ટે વૈવાહિક બળાત્કારને લઈને ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે જો પીડિતાના પતિએ જાતીય હિંસા કરી હોય તો પણ તેને બળાત્કાર ગણવામાં આવશે. તેને IPC 376 હેઠળ સજા થવી જોઈએ. કોર્ટે રાજકોટ કેસમાં આવી જ ગંભીર ટિપ્પણી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં કહ્યું કે, બળજબરી સેક્સ અથવા જાતિય હિંસા પિડીતાના પતિ દ્વારા કરવામાં આવી હોય તોપણ તેને બળાત્કાર જ ગણવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે ઘણા દેશોમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દિવ્યેશ જોશીએ પોતાના આદેશમાં કહ્યું કે, જો કોઈ પુરૂષ મહિલાનું યૌન ઉત્પીડન કરે છે અથવા તો તેને ટેપ કરે છે તો તેને IPC ની કલમ 376 અંતર્ગત સજા થઈ શકે છે. પણ જ્યારે પતિ આ કૃત્ય કરે તો તેને છૂટ આપવામાં આવે છે. જસ્ટિસ જોશીએ કહ્યું કે, આ સ્વીકારી શકાય નહીં. બળાત્કાર એ બળાત્કાર જ હોય છે, ભલે પછી તે કોઈપણ વ્યક્તિ કરે. જસ્ટિસે જણાવ્યું કે, આ મામલે સામાજિક અભિગમ અને ગેરમાન્યતાઓ બદલવાની જરૂર છે.

વૈવાહિક બળાત્કાર હવે ગુનો જ ગણાશે... 

જસ્ટિસ જોશીએ 8મી ડિસેમ્બરના પોતાના આદેશમાં અમેરિકાના ત્રણ રાજ્યો, ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યો, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્વિડન, ડેન્માર્ક, નોર્વે, અને સોવિયેત યુનિયનનો ઉલ્લેખ કર્યો છે. જસ્ટિસ જોશીએ કહ્યું કે, પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયા સહિતના લગભગ 50 દેશોમાં વૈવાહિક બળાત્કાર એ ગુનો ગણાય છે. ઘણા દેશો તેને ગુનો જાહેર કરવા જઈ રહ્યા છે. જસ્ટિસ દિવ્યેશ જોશીએ ટિપ્પણી કરી હતી કે તેણે 'છોકરાઓ છોકરાઓ જ રહેશે'ના સામાજિક વલણને બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે પીછો અને છેડતીના ગુનાઓને સામાન્ય બનાવે છે. જોશીએ કહ્યું કે ભારતીય પીનલ કોડ મોટાભાગે યુકેથી પ્રેરિત છે.

Tags :