PM મોદીની સુરતને મોટી ભેટઃ ડાયમંડ બુર્સ અને એરપોર્ટ ટર્મિનલનું કર્યુ ઉદ્ઘાટન

પીએમ મોદી ગુજરાતના સુરતને ફરી એકવાર મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સ અને એરપોર્ટ ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે. હવે સુરતવાસીઓને નવી ભેટ મળી છે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીએ સુરતને આપી બે મોટી ભેટ
  • સુરત ડાયમંડ બુર્સ- એરપોર્ટ ટર્મિનલનું કર્યુ ઉદ્ઘાટન
  • વિશ્વનું સૌથી કાર્યાલય પરિસર છે ડાયમંડ બુર્સ

સુરતઃ પીએમ મોદીએ સુરતને બે મોટી ગિફ્ટ આપી છે. પીએમ મોદીએ આજે એટલે કે રવિવારે સુરતના ડાયમંડ બુર્સ અને એરપોર્ટ ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પહેલાં પીએમ મોદીએ મોટો રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. જો કે, સુરતને આ બે મોટી ગિફ્ટ ફાયદાકારક સાબિત કરશે. કારણ કે સુરત ડાયમંડનું હબ ગણાય છે. 

દાગીનાના વેપારનું આધુનિક કેન્દ્ર 


સુરત ડાયમંડ બુર્સ ઈન્ટરનેશનલ હીરા તથા દાગીનાના વેપાર માટે વિશ્વનું સૌથી મોટુ અને આધુનિક કેન્દ્ર હશે. બીજી તરફ, નવું ટર્મિનલ ભવન એકદમ વ્યસ્ત સમયમાં પણ 1200 ડોમેસ્ટિક યાત્રીઓ અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સને સાચવવા માટે પૂરતું છે. આ જ સમયગાળા દરમિયાન પેસેન્જરની સંખ્યા 3000 સુધી વધારવાની યોજના છે. આ નવા ટર્મિનસનું નિર્માણ સ્થાનિક સંસ્કૃતિ અને વિરાસત મુજબ કરવામાં આવ્યું છે. 

વિશ્વનું સૌથી મોટુ 
સુરત ડાયમંડ બુર્સ 67 લાખ સ્ક્વેર ફૂટથી વધારાના વિસ્તારમાં ફેલાયેલું છે. જે વિશ્વનું સૌથી મોટુ કાર્યાલય છે. આ કાચા અને પોલિસ કરવામાં આવેલા હિરાઓની સાથો સાથ દાગીઓનાનું પણ વૈશ્વિક કેન્દ્ર બનશે. અહીં ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે પણ ખાસ સુવિધા કરવામાં આવી છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય બેંકો અને સુરક્ષિત તિજોરીઓ પણ સામેલ છે. 

PM મોદીએ શેર કરી તસવીર 
 


આ પહેલાં પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સની કેટલીક તસવીરો એક્સ પર શેર કરી હતી. આ તસવીરો શેર કરતા તેઓએ લખ્યું હતું કે, આ ડાયમંડ બુર્સ હિરા ઉદ્યોગને વેગ આપશે. અહીં કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, જવેલરી મોલ, ઈન્ટરનેશનલ બેંકિંગની સુવિધા તથા સેફ વોલ્ટ્સ પણ સામેલ છે.