Surat: કબૂતરની ચરકથી ફેફસામાં ઈન્ફેક્શન થતાં ટોરેન્ટ કંપનીના નિવૃત કર્મચારીનું મૃત્યુ

Retired employee of torrent company dies of lung infection due to pigeon droppings

Share:

હાઈલાઇટ્સ

  • ટેરેસ પર કબૂતરને ચણ નાંખતા વૃદ્ધને 2 વર્ષ પહેલાં ઈન્ફેક્શન થયું હતું
  • જે કબૂતર પ્રેમીને સતત ખાંસી રહેતી હોય તો તાકીદનું નિદાન જરૂરી છે

કબૂતરની ચરકથી ફેલાતું ઈન્ફેક્શન ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તાજેતરમાં સુરતમાં ઘોડદોડ રોડ, નંદનવન સોસાયટીમાં રહેતા ટોરેન્ટ કંપનીના નિવૃત કર્મચારી પંકજ દેસાઈ (68)ને કબૂતરની ચરકથી ફેલાતું ઈન્ફેક્શન લાગતાં મૃત્યુ પામ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પૂજાપાઠ કર્યા બાદ રોજ ટેરેસ પર જઈને કબૂતરને દાણા નાંખતા આ વૃદ્ધને 2 વર્ષ પહેલાં હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું, જે કબૂતરની ચરકના કારણે થાય છે.

ઓક્સિજન લેવલ ઘટતા મોતને ભેટ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર સામાન્ય ખાંસી બાદ ધીમે ધીમે ઈન્ફેક્શન વધી જઈ ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું, જેના કારણે પંકજ ભાઈ વોશરૂમ સુધી પણ ચાલી શકતા ન હતા. ઈન્ફેક્શન એટલું બધુ વધી ગયું કે, 5 દિવસ અગાઉ જ તેમનું મોત નિપજ્યું હતું.

લક્ષણ-નિદાન
ડોક્ટરોનું કહેવું છે કે, જે લોકો કબૂતરના વધુ સંપર્કમાં રહેતા હોય, સતત ખાંસી જેવી તકલીફ રહેતી હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવાથી તેમનો જીવ બચાવી શકાય છે. આવા ઈન્ફેક્શનને હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનાઈટીસ કહેવાય છે. કબૂતરની ચરકમાંથી બેક્ટેરિયા ફેફસામાં પહોંચી એલર્જી થઈ ન્યૂમોનિયા થાય છે, જેમાં શરૂઆતમાં તાવ, ખાંસી, શ્વાસની તકલીફ થાય છે.