સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે 'ભવ્ય' ફ્લાવર શો, જાણો તારીખ, સમય અને એન્ટ્રી ફી સહિત બધું જ

કાંકરિયા કાર્નિવલ બાદ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શો યોજવામાં આવી રહ્યો છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે 3 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • છેલ્લા 10 વર્ષથી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે ફ્લાવર શો
  • દેશના જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મંગાવાયા છે ફ્લાવર્સ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ઈન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોનાં ફૂલો જ નહીં, પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ જોવા મળશે. જણાવી દઈએ કે, દર વર્ષે AMC દ્વારા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું કરવામાં આવે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે ફ્લાવર પ્લાન્ટમાંથી સૌથી મોટું 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.

રિવરફ્રન્ટ ફ્લાવર શો 2024 એ એક વાર્ષિક ઉત્સવ છે જે સાબરમતી નદીના મનોહર કિનારાને રંગો અને સુગંધમાં પરિવર્તિત કરે છે. પ્રદેશની બાગાયતી દીપ્તિનું પ્રદર્શન કરતી આ ઘટના પ્રકૃતિ, સર્જનાત્મકતા અને સમુદાયની ઉજવણી છે. મુલાકાતીઓ આકર્ષક ફ્લોરલ ડિસ્પ્લે, ઝીણવટપૂર્વક ક્યુરેટેડ થીમ આધારિત બગીચાઓ અને સ્વદેશી અને વિદેશી ફૂલોની વિવિધ શ્રેણીથી મંત્રમુગ્ધ થઈ જાય છે. મોર ઉપરાંત, ફ્લાવર શોમાં સાંસ્કૃતિક પ્રદર્શન, માહિતીપ્રદ વર્કશોપ અને ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલ્સ મૂકવામાં આવે છે. 

ફ્લાવર શો 2024 તારીખ અને સમય
સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શો 2024 જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહથી યોજાનાર છે. આ કાર્યક્રમ સવારે 10થી સાંજના 9 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે, જે મુલાકાતીઓને મોહક અન્વેષણ કરવા માટે પૂરતી તકો પ્રદાન કરશે.

ટિકિટ કિંમત
આ ફ્લાવર શોમાં ભાગ લેવા માટે, મુલાકાતીઓ નિયુક્ત કાઉન્ટર અથવા અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન ટિકિટ ખરીદી શકે છે. 12 વર્ષથી ઉપરની વ્યક્તિની પ્રવેશ ફી રૂ. 50 રાખવામાં આવી છે. સોમવારથી શુક્રવાર સુધી આ દર રહેશે. જ્યારે શનિવાર અને રવિવાર રૂ. 75 પ્રવેશ ફી રાખવામાં આવી છે. અંદાજિત 3 કરોડ રૂપિયાના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના સ્કલપ્ચર, 800 પ્રકારના અવનવા છોડ, નર્સરી ઉપરાંત ફૂડ કોર્ટ પણ હશે.

જણાવી દઈએ કે, છેલ્લા 10 વર્ષથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30 ડિસેમ્બરથી આ ફ્લાવર શો યોજાશે, જેમાં ખાસ કરીને ડેફોડેઇલસ, હાઇસિન્થ, ઓર્કિડનાં અવનવાં ફૂલો, જે યુરોપિયન દેશો, ચાઇના, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, જર્મની અને આફ્રિકા જેવા દેશોમાંથી આ ફૂલો મગાવવામાં આવ્યાં છે. ફ્લાવર શોના નવા આકર્ષણમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવશે.