દેશમાં વાગ્યો સુરતનો ડંકો, સૌથી સ્વચ્છમાં શહેરોમાં થયો ડાયમંડ સિટીનો સમાવેશ

Swachh Survekshan Awards 2023: ઈન્દોર-સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર છે, રાજ્યોમાં મહારાષ્ટ્ર નંબર 1 છે.

Share:

હાઈલાઇટ્સ

  • દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી
  • દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે

ઈન્દોરને સતત સાતમી વખત સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં આયોજિત એક કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કર્યા. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે ઈન્દોર અને સુરતની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે નવી મુંબઈ ત્રીજા સ્થાને હતું. ગુરુવારે જાહેર કરાયેલા સર્વેના પરિણામોમાં આ માહિતી આપવામાં આવી છે.

'સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2023' માં, મહારાષ્ટ્રે 'ઉત્તમ પ્રદર્શન કરનારા રાજ્યો'ની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ. ઈન્દોરને સતત સાતમી વખત સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં આયોજિત એક કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- એમપીના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ જીએસ રાજેશ્વરન દ્વારા પ્રાપ્ત થયો હતો.
-MPએ આ વખતે ભારતના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ જીત્યો છે. સીએમ મોહન યાદવે આ એવોર્ડ મેળવ્યો હતો.
-છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો.
-રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે મહારાષ્ટ્રને પ્રથમ ઇનામ મળ્યું.

સુરતમાં ખુશીની લહેર
સમગ્ર કાર્યક્રમનું સુરત મહાનગરપાલિકા ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી. સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તમામ હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ વખતે નરેન્દ્ર મોદી સાહેબ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટનમાં આવ્યા તેના એક અઠવાડિયા પહેલા તેમનો આદેશ હતો કે, સમગ્ર સુરતમાં એક અઠવાડિયા સુધી સફાઈ થવી જોઈએ. આજે પહેલીવાર સુરતે દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. આ નંબર જાળવી રાખજો.