Rajkot: 'રુપિયાનો વરસાદ થશે', કહીને તાંત્રિકે મહિલાને બાટલીમાં ઉતારી રેપ કર્યો, 4 ઝડપાયા

રાજકોટમાં એક મહિલા બળાત્કારનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. તાંત્રિકે મહિલાને એવું કહ્યું હતું કે, તેની પાસે સુપર પાવર છે અને તે રુપિયાનો વરસાદ કરશે. આવું કહ્યા બાદ મહિલાનો રેપ કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • તાંત્રિકે રુપિયાનો વરસાદ થશે એવું કહી પીડિતાનો રેપ કર્યો
  • ધંધામાં નુકસાન આવતા તાંત્રિક પાસે ગયા હતા
  • પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા, તપાસ હાથ ધરી

રાજકોટઃ રાજકોટમાં એક 25 વર્ષીય મહિલાને તાંત્રિકે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. આ તાંત્રિક અને તેના સાગરીતે મહિલાને એવું કહીને બાટલીમાં ઉતારી હતી કે, તેની પાસે સુપરપાવર છે. એના આધારે તે રુપિયાનો વરસાદ કરી શકે છે. જો કે, આ મામલે મહિલાએ આરોપી તાંત્રિક અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરીને ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. 

વેપારમાં નુકસાન ગયું 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીડિતા અને ફૈઝલ પરમાર કેટરિંગનો વ્યવસાય કરે છે. વ્યવસાયમાં નુકસાન આવતા ગઈ 9 ડિસેમ્બરના રોજ ફૈઝલ પીડિતાને એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ સાગર બગથરિયા નામનો શખ્સ હાજર હતો. ખેતરમાં એક મહિલા નાળિયેર પર બેઠેલી હતી અને તે કોઈ વિધિ કરી રહી હોય એવું લાગી રહ્યું હતું. એ પછી ફૈજલે પીડિતાને ઈશારો કરીને નારિયેળ પર બેસવા માટે કહ્યું. 

તાંત્રિકે રેપ કર્યો 
એ પછી પીડિતાએ વિશ્વાસ કરીને આ રુમમાં પ્રવેશી હતી. એ પછી તાંત્રિકે કહ્યું કે, ધાર્મિક વિધિ કરવાની હોવાથી કપડાં ઉતારવા પડશે. એ પછી તેણે શારીરિક અડપલાં કર્યા હતા. બાદમાં તેનો રેપ કર્યો હતો. જે બાદ મહિલા પણ પડી ભાંગી હતી. એ પછી બગથરિયાએ તેને અડધી વિધિ થઈ હોવાનું કહીને છોડી હતી. પરંતુ બીજી વિધિ માટે પાછુ આવવું પડશે એવું પણ કહ્યું હતું. 

પોલીસે ચારને ઝડપ્યા 
વિધિ પૂરી થઈ ગયા બાદ રુપિયાનો વરસાદ થશે. બાદમાં 14 ડિસેમ્બરે પીડિતાએ નક્કી કર્યુ કે, તાંત્રિકને પાઠ ભણાવવો જોઈએ. બાદમાં તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને જૂનાગઢના મેંદરડામાં રહેતા બગથરિયાને ઝડપી પાડ્યો હતો. આ સિવાય પોલીસે રાજકોટમાં રહેતા ફૈઝલ પરમાર, ગોંડલના વિજય વાઘેલા, માંગરોળના નારણ બોરખાતરીયા અને રાજકોટના સિકંદર દેખૈયાની પણ ધરપકડ કરી હતી.