વ્યસ્ત રોડ પર જ ટ્રક ઉભો રાખીને નમાઝ પઢવા લાગ્યો શખ્સઃ પછી પોલીસ કાર્યવાહી કરે જ ને!

આ ડ્રાઈવરની ઓળખ બાચા ખાન તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આમાં ડ્રાઈવર પાલનપુર શહેરની પાસે એક ચોકના કિનારે ઉભેલા પોતાના ટ્રકની સામે નમાજ અદા કરતો દેખાઈ રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • જાહેર અને વ્યસ્ત રોડ પર જ ટ્રક ઉભો કરીને નમાઝ પઢવા લાગ્યો હતો.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રોડ પર નમાજ પઢવાનો એક વિડીયો સામે આવ્યો હતો. એક ડ્રાઈવર રોડના કિનારે નમાજ પઢી રહ્યો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દિધો. હવે બનાસકાંઠા પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે. 

આ ડ્રાઈવરની ઓળખ બાચા ખાન તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આમાં ડ્રાઈવર પાલનપુર શહેરની પાસે એક ચોકના કિનારે ઉભેલા પોતાના ટ્રકની સામે નમાજ અદા કરતો દેખાઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના 12 જાન્યુઆરીના રોજ એક ભીડભાડ વાળા ચોકની પાસે રાજમાર્ગ પર થઈ હતી. ખાને પોતાનો ટ્રક રોક્યો અને નમાજ પઢવાનું શરૂ કરી દિધું. આ જ દરમિયાન કોઈ વ્યક્તિએ વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કરી દિધો હતો. બાદમાં આ મામલે પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો. 

આ વ્યક્તિ એક વ્યસ્ત રોડના કિનારે જ પોતાનો ટ્રક પાર્ક કરીને જાહેર રોડ પર જ નમાઝ પઢી રહ્યો છે. ત્યારે આ વ્યક્તિના કારણે પાછળ ટ્રાફિક જામ થઈ ગયો છે.