Vibrant Gujarat 2024: તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તા અમદાવાદમાં

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતમાં ભાગ લેવા માટે સાૈપ્રથમ વાર આવ્યા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તા

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • ભારતમાં રોકાણ અર્થે મોડી સાંજે અમદાવાદ ખાતેના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચ્યા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતના પ્રવાસે પધારેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ  જોસે રામોસ 
હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સ્વાગત કર્યું હતું. 
આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકારવામાં આવ્યા હતા.

આ તકે અમદાવાદના મેયર  પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ  રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા  
વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ અંશુમન 
ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર  પ્રવીણા ડી.કે. સહિતના 
ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિને  આવકાર્યા હતા.