Torrent Power ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી, પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં કરશે 47,000 કરોડનું રોકાણ

ગાંધીનગરમાં ટોરેન્ટ પાવર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Share:

ટોરેન્ટ પાવરે રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, અને વીજળી વિતરણમાં 47,350 કરોડ રૂપીયાનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે 4 કરાર કર્યા છે.  

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ટોરેન્ટ ગ્રુપની કંપની ટોરેન્ટ પાવર લિમિટેડે વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર સંમેલનના 10માં સંસ્કરણ અંતર્ગત ગુજરાત સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

ગાંધીનગરમાં ટોરેન્ટ પાવર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. “ટોરેન્ટ પાવર તેના ભાવિ રોકાણોના નોંધપાત્ર હિસ્સાને પુનઃપ્રાપ્ય ઉત્પાદન, પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા ઉત્પાદન અને પાવર ડિસ્ટ્રિબ્યુશનની ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓમાં જમાવવા માંગે છે,” ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ નિવેદનમાં જણાવ્યું હતું.”