Vadodara: બોસથી કંટાળેલી યુવતીનો કાંડ, અંગત પળોના ફોટા કર્યા ફરતા

વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોસથી કંટાળેલા સ્ટાફે તેમને હની ટ્રેપમાં ફસાવીને જોરદાર કાંડ કર્યો હતો. જ્યારે આ વાત સામે આવી તો આખો સ્ટાફ ચોંકી ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • યુવતીએ બોસ સાથે એવો ભયંકર બદલો લીધો કે ચોંકી ગયા
  • યુવતીએ બોસને હનીટ્રેપમાં ફસાવીને જોરદાર બકરો બનાવ્યો

વડોદરાઃ આજકાલ હની ટ્રેપના કિસ્સામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બોસથી કંટાળેલા સ્ટાફે તેમના અંગત પળોના ફટો વાયરલ કરીને તેમને બરાબરના ફસાવ્યા હતા. જે બાદ આખો મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ શખસોએ તેમના બોસના ગંદા ફોટા પરિવાર, મિત્રો અને સગાવ્હાલાઓને મોકલી આપ્યા હતા. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી. આખરે પોલીસે ગુનો નોંધીને જ્યારે ભેદ ઉકેલ્યો તો તેઓ પણ ચોંકી ગયા હતા. 

બદલાની આગ
બનાવની વિગતો એવી છે કે, વડોદરામાં આવેલી એક કંપનીના બોસ એક યુવતીને જોરદાર હેરાન કરતા હતા. આખરે યુવતીએ ત્યાંથી જોબ છોડી દીધી હતી. પરંતુ એના મનમાં બદલાની આગ હજુ પણ એવીને એવી જ હતી. એ પછી તેણે તેના મિત્રો સાથે મળીને બોસને પાઠ ભણાવવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. જ્યારે તે નોટિસ પિરીયડ પર હતી ત્યારે તેણે સોશિયલ મીડિયા પર એક ફેક એકાઉન્ટ બનાવ્યું અને પછી ખેલ શરુ કર્યો હતો. તેણે તેના બોસને રિક્વેસ્ટ મોકલી હતી અને પછી કાંડ થયો. 

અંગત પળોના ફોટા મોકલ્યા 
બે મહિના સુધી યુવતીએ તેના બોસને પ્રેમભરી વાતોમાં રાખ્યા અને પછી પોતાના અંગત ફોટો માગ્યા હતા. પોતાના અંગત ફોટો મોકલીને બોસ પણ ભરાઈ ગયા હતા. એ જાણતો નહોતો કે આ એ જ યુવતી છે. આ અંગત ફોટા તેણે તેની પત્નીને મોકલ્યા હતા. ઉચ્ચ અધિકારીઓને પણ આ ફોટા મોકલ્યા હતા. જ્યારે આ વાત સામે આવી ત્યારે બોસની પણ આંખો ફાટીને પહોળી થઈ ગઈ હતી. બોસ જ્યારે બ્લેકમેલિંગનો ભોગ બન્યા ત્યારે તેઓએ સાયબર સેલમાં બનાવની ફરિયાદ કરી હતી. 

યુવતી પણ ભરાઈ ગઈ 
જ્યારે પોલીસે તપાસ કરી તો એ પણ ચોંકી ગઈ હતી. આ કાંડ કરનારું બીજુ કોઈ નહીં પણ પૂર્વ એમ્પોલોઈ હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ આ બદલો લેવા માગતી યુવતી એવી ભરાઈ ગઈ કે આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જો કે, બોસને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો.