Vibrant Gujarat: GIFT City બનશે ગ્લોબલ હબ

ભારત અને જાપાન વચ્ચે દ્વી-પક્ષી સંબંધોને વધારે દૃઢ કરવા માટે પટેલ JETROના એક્ઝિક્યુટીવ વાઈસ-પ્રેસિડેન્ટ કઝુયા નાકાજોને પણ મળ્યા હતા. સેમિ - કંડક્ટરના ઉત્પાદન માટે ધોલેપા - એસઆઈઆરને પ્રસ્તાવિત સાઈટ તરીકે મુકવાની પણ ચર્ચાઓ થઈ હતી.

Courtesy: rprealityplus

Share:

હાઈલાઇટ્સ

  • ભારત અને જાપાન વચ્ચે દ્વી-પક્ષી સંબંધોને વધારે દૃઢ કરવા માટે પટેલ JETROના એક્ઝિક્યુટીવ વાઈસ-પ્રેસિડેન્ટ કઝુયા નાકાજો સાથે બેઠક

આગામી વર્ષોમાં ગીફ્ટ સીટી એક આંતરરાષ્ટ્રીય આર્થિક સેન્ટર બની જશે એવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટની ઈવેન્ટમાં જણાવ્યું હતું અને 
ઉમેર્યુ હતું કે આત્યારે ગીફ્ટમાં જે ઈન્ફ્રાસ્ટ્રકચરને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે તેના કારણે અહીં રોકાણો વધશે અને આ સેન્ટરને 3400 એકરમાં 
વિસ્તારવામાં આવશે. 
 પટેલ વાઈબ્રન્ટમાં હાજરી આપવા આવેલા જુદા જુદા દેશના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી ત્યાર બાદ આમ જણાવ્યું હતું. ગીફ્ટના 
ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટરમાં આત્યારે 580 એકમો કાર્યરત છે જેમાં ગુગલ, મોર્ગન સ્ટેન્લિ અને ગુગલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આવનારા સેમી-કંડક્ટર્સ, ગ્રીન - એર્નજી અને ભવિષ્યના આયોજનો માટે પટેલ અનેક નેતાઓને પણ મળ્ચાં હતા. 
ભારત અને જાપાન વચ્ચે દ્વી-પક્ષી સંબંધોને વધારે દૃઢ કરવા માટે પટેલ JETROના એક્ઝિક્યુટીવ વાઈસ-પ્રેસિડેન્ટ કઝુયા નાકાજોને પણ મળ્યા હતા.
સેમિ - કંડક્ટરના ઉત્પાદન માટે ધોલેપા - એસઆઈઆરને પ્રસ્તાવિત સાઈટ તરીકે મુકવાની પણ ચર્ચાઓ થઈ હતી.