ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાઈ વાઈબ્રન્ટ સમિટ 2024 ની પ્રિ-ઈવેન્ટ

ટકાઉ અને રહેવા યોગ્ય શહેરોના વિઝનથી શહેરોમાં ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ

Share:

હાઈલાઇટ્સ

  • સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે
  • પડકારો સામે ટકાઉ અને રહેવા યોગ્ય શહેરોના વિઝનથી શહેરોમાં ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ

વાઈબ્રન્ટ સમિટ 2024 ને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની પ્રિ-ઈવેન્ટ “લિવેબલ સિટીઝ ઓફ યુમોરો” કોન્ફરન્સ યોજાઈ હતી. 

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રગતિ અને પર્યાવરણ બંન્નેને સાથે રાખીને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે.

CM પટેલે વધુમાં વાત કરતા જણાવ્યું કે, શહેરોમાં વધતી વસ્તી અને ક્લાયમેટ ચેન્જ તેમજ સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક સમસ્યા, વૈશ્વિક ઘટનાઓની અસર, સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પડકારો સામે ટકાઉ અને રહેવા યોગ્ય શહેરોના વિઝનથી શહેરોમાં ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે.  

સિટિઝન સેન્ટ્રીક ઓનલાઈન સેવાઓ, સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગથી સ્માર્ટ ઈ-મોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ સેમિનારનો શુભારંભ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કૌશલ કિશોરે ગુજરાતને વિકાસનું આદર્શ મોડલ ગણાવતા કહ્યું કે, પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતના વિકાસ મોડલ થકી દેશના અન્ય રાજ્યોને દિશા આપી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અને સુરત જેવા શહેરો આદર્શ શહેરની પરિભાષાને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. 

આ કાર્યક્રમ દરમિયાન શહેરી વિસ્તારના ધારાસભ્યો, મહાનગપાલિકાઓના મેયરો, ડેપ્યુટી મેયરો, કમિશનર, નગરપાલિકાઓના પ્રમુખો, ગિફ્ટ સિટીના સી.ઈ.ઓ., યુનિસેફ સોશિયલ પોલિસીના ચીફ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.