Video: ભરૂચ રેલવે સ્ટેશન પર મહિલા કોન્સ્ટેબલે બચાવ્યો એક મહિલાનો જીવ

મહિલાનો પગ લપસતા તે પ્લેટફોર્મ અને ટ્રેનના પગથીયા વચ્ચે જે જગ્યા હોય છે, તેમાં ફસાઈ ગઈ હતી.

Share:

હાઈલાઇટ્સ

  • યાત્રીનો જીવ બચાવનાર મહિલા કોન્સ્ટેબલને યોગ્ય સ્તર પર પુરસ્કાર આપવામાં આવશે
  • આ મહિલા ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતી

ગુજરાતના ભરૂચ રેલવે સ્ટેશન પર આજે એક અકસ્માત બન્યો હતો, પરંતુ અહીંયા ડ્યુટી પર તેનાત એક RPF ની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાના કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ રેલવે સ્ટેશન પર એક મહિલાએ ચાલતી ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મહિલાનો પગ લપસતા તે પ્લેટફોર્મ અને ટ્રેનના પગથીયા વચ્ચે જે જગ્યા હોય છે, તેમાં પડી હતી. પરંતુ તુરંત જ રોશની સિંહ નામની મહિલા કોન્સ્ટેબલે ત્યાં જઈને મહિલાને ખેંચીને બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.

bharuch

ક્યારેક કેટલાક લોકો પોતાની ઉતાવળના કારણે એવું કામ કરી બેસતા હોય છે કે તેના કારણે મોટા અકસ્માતો સર્જાતા હોય છે. ભરૂચ રેલવે સ્ટેશન પર આ મહિલાએ પણ કંઈક આવી જ ઉતાવળ કરી હતી. આ મહિલા ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતી અને ટ્રેન જેવી જ ભરૂચ રેલવે સ્ટેશન પર પહોંચી કે તરત જ આ મહિલાએ ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મહિલાનો પગ લપસી ગયો અને તે ટ્રેનના પગથિયા અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી હતી. ત્યારે રોશની સિંહ નામની આ મહિલા કોન્સ્ટેબલે પોતાનું ચાતુર્ય અને બહાદૂરી દર્શાવીને ગણતરીની સેકન્ડોમાં જ આ મહિલાને બચાવી હતી. સદનસીબે આ મહિલા ટ્રેનની નીચે આવતા બચી ગઈ હતી. જો, મહિલા કોન્સ્ટેબલ આ જગ્યાએ ન હોત અને થોડુક મોડું થયું હોત તો આ મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડત.

ડિવીઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, અમારી મહિલા કોન્સ્ટેબલ રોશની સિંહે ઓપરેશન જીવન રક્ષા અંતર્ગત પોતાની કર્તવ્ય પરાયણતાનો પરિચય આપતા, તત્પરતાથી મહિલા યાત્રીનો જીવ બચાવીને એક માનવીય પહેલ કરી છે. આવા કર્તવ્યનિષ્ઠ અને સાહસી RPF રેલવે કર્મચારી પર અમને ગર્વ છે. જીતેન્દ્ર સિંહે, રોશની સિંહને યોગ્ય સ્તર પર પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.