Vibrant Gujarat Global Summit 2024: "તમે માત્ર ભારતમાં જ રોકાણ જ નહીં, નવી યુવા પેઢીનું પણ ઘડતર કરી રહ્યા છો"

ભારત દેશની મહત્વકાંક્ષી યુવા પેઢી સાથેની સહભાગીતા નવાજ પરિણામો લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિતને રોકાણોના પ્રવેશ દ્વાર તરીકે ગણાવી
  • એક દાયકામાં એરપોર્ટની સંખ્યા 74 થી 159 થઈ.

વડાપ્રધાન મોદીએ લોજિસ્ટિક્સ અને પરિવહન વ્યવસ્થામાં આધુનિક નીતિગત સુધારાઓથી વિકાસને નવી ઊંચાઈ મળી છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક દાયકામાં એરપોર્ટની સંખ્યા 74 થી 159 થઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક બમણું કરવા મેટ્રો નેટવર્ક ત્રણ ગણું કરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર  રાષ્ટ્રીય જળમાર્ગો, બંદરોના વિકાસ ઉપરાંત g20 દરમિયાન જેની ઘોષણા કરવામાં આવી તેવા ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરીડોર પર પણ તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ ક્ષેત્રોમાં રોકાણની અનેક તકો રહેલી છે. ભારતમાં અનેકવિધ ક્ષેત્રોમાં રોકાણ ની નવી સંભાવનાઓ રહેલી હોવાનું જણાવ્યું. વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિતને રોકાણોના પ્રવેશ દ્વાર તરીકે ગણાવી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમે માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા પરંતુ યુવા સર્જકો ગ્રાહકોની નવી પેઢીનું પણ ઘડતર કરી રહ્યા છો ભારત દેશની મહત્વકાંક્ષી યુવા પેઢી સાથેની સહભાગીતા નવાજ પરિણામો લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.