કસ્તુરી ના રહી કસ્તુરી: ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી અને વહેંચી

એક બાજુ ખેતરમા ડુંગળી તૈયાર થઈ ગઈ છે અને ડુંગળીનો પાક સંપૂર્ણ બગડી રહ્યો છે ત્યારે ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમા ડુંગળી વેંચીને કેન્દ્ર સરકારના નિકાસ બંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Courtesy: Social Media

Share:

હાઈલાઇટ્સ

  • કોંગ્રેસ પણ ખેડૂતો સાથે જોડાઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શકિતસિહં ગોહિલે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર મુકેલા પ્રતિબંધને ખેડૂત વિરોધી ગણાવીને પ્રતિબંધ ત્વરીત ખસેડી લેવા માટે માંગણી કર્યાંના બીજા જ દિવસે રાજકોટના ઉપલેટામાં કેડૂતોએ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને ડુંગળીને જાહેર રસ્તાઓ પર વેરીને ગ્રાહકોને મફતમાં વહેંચીને પ્રતિબંધનો વિરોધ કર્યો હતો.

ગોહિલે જણાવ્યું હતું કે આ પ્રતિબંધના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન કરતાં ખેડૂતો પર તેની વિપરતી અસરો પડી રહી છે. જો સરકાર પ્રતિબંધ ઉઠાવવા નથી માંગતી તો તેમણે જગતના તાતને એવી ખાતરી આપવી જોઈએ કે ડુંગળીના બજાર ભાવ પ્રમાણે સરકાર પોતે ડુંગળી લઈ લેશે.

ડુંગળીના વેચાણને લઈને વધતાં જતાં કકળાટ વચ્ચે ઉપલેટામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરીને ડુગળી રસ્તા પર વેરી દીધી હતી.

એક ખેડૂતે જણાવ્યું હતુ કે, અમને ખેતીનો ભાવ મળતો નથી અને પાક નુકસાન પામે છે. એના કરતાં લોકોને મફતમાં આપી દેવાનું અમને વધારે ઉચીત લાગે છે.

અન્ય એક ખેડૂતે કહ્યું કે અમને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં અને અમે મુંઝવણમા મુકાઈ ગયા છીએ. આટલું જ નહીં માર્કેટીંગ યાર્ડમા પણ ડુંગળીના ભાવ નથી મળી રહ્યાં પરિણામે ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે. એક બાજુ ખેતરમા ડુંગળી તૈયાર થઈ ગઈ છે અને ડુંગળીનો પાક સંપૂર્ણ બગડી રહ્યો છે ત્યારે ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમા ડુંગળી વેંચીને કેન્દ્ર સરકારના નિકાસ બંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.