Arvalli: ભીલોડામાં દીપડો દેખાતો સ્થાનિકોમાં ફફડાટ, સીમમાં લટાર મારતો Video આવ્યો સામે

અરવલ્લીના ભીલોડા પંથકમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે વણઝર ગામની સીમમાં આ દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. જે બાદ તેનો વીડિયો વાયરલ થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • અરવલ્લીના ભીલોડા પથંકમાં દેખાયો દીપડો
  • કારચાલકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા
  • દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અરવલ્લીઃ અરવલ્લીમાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અરવલ્લીના ભીલોડા પંથકમાં દીપડો દેખાતા લોકોમાં ભારે ફફડાટ છે. વણઝર ગામની સીમમાં દીપડો રોડ પર લટાર મારી રહ્યો હતો અને એ જ સમયે એક કાર ચાલકે આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. ત્યારે ખેડૂતો સહિત તમામ સ્થાનિકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને સ્થાનિકોની માગ છે, કે આ દીપડાને ઝડપથી પાંજરે પૂરવામાં આવે. ત્યારે વન વિભાગ પણ આ મામલે સક્રિય થયુ છે. 

સ્થાનિકોમાં ફફડાટ 
અરવલ્લીના ભીલોડા પંથકમાં એક દીપડો જોવા મળ્યો છે. જે બાદ સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વણઝર ગામની સીમ પાસે આ દીપડો રોડ પર લટાર મારતો નજરે પડ્યો હતો. આ દ્રશ્યો ત્યાંથી પસાર થઈ રહેલાં એક કારચાલકે પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા. સીમમાં આ રીતે દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ છે. 

વીડિયો થયો વાયરલ 
અરવલ્લી વિસ્તારમાં અચાનક દીપડો દેખાતા લોકોની માગણી છે કે, આ દીપડાને સત્વરે પાંજરે પૂરવામાં આવે. ખેડૂતોને પણ ભારે ડર સતાવી રહ્યો છે. મહત્વનું છે કે, મોડી રાત્રે આ દીપડો સીમમાં લટાર મારતો નજરે પડ્યો હતો. આ દ્રશ્યો એક કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.