કરમના ખેલ! કચ્છ-ભૂજમાં 30 વર્ષ પહેલાં હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યો આરોપી, HCએ જન્મટીપ ફટકારી

કચ્છ-ભૂજના આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા થઈ હતી. 30 વર્ષ પહેલાં થયેલી હત્યામાં આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આરોપીને જન્મટીપની સજા ફટકારી છે.

Share:

હાઈલાઇટ્સ

  • 30 વર્ષ પહેલાં મર્ડર કેસમાં આરોપી નિર્દોષ છૂટ્યો હતો
  • ગુજરાત હાઈકોર્ટે 30 વર્ષ જૂના કેસમાં આજીવન કેદ ફટકારી
  • છેડતી મુદ્દે આરોપીએ યુવકની હત્યા કરી નાખી હતી

Ahmedabad: ગુજરાતમાં એક કહેવત છે કે, કરમ ક્યારેય કોઈને છોડતું નથી. આ વાત ખરેખરમાં સાર્થક થઈ હોય એવું ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. ત્રીસ વર્ષ પહેલાં હત્યાના આરોપમાં એક આરોપી નિર્દોષ છૂટ્યો હતો. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી જન્મટીપની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ખૂબ જ મહત્વનો ચૂકાદો જારી કર્યો છે. જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટીસ એમ.આર. મેંગડેની ખંડપીઠે આરોપીને જન્મટીપની સજા ફટકારી છે. સાથે જ આરોપીને 21 દિવસમાં સરન્ડર થઈ જવા પણ ફરમાન કર્યુ છે. ત્રીસ વર્ષ પહેલાં મર્ડર કેસમાં 27 વર્ષ પહેલાં નિર્દોષ છૂટેલા આરોપી વિરુદ્ધ સરકારની અપીલ ચાલી હતી. 

શું હતી ઘટના?
આ ઘટના કચ્છ-ભૂજના આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતકની બહેનની છેડતી થઈ હતી. જે બાદ આરોપીને ઠપકો આપવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ મૃતકની હત્યા કરી નાખી હતી. ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો, પણ તે નિર્દોષ છૂટ્યો હતો. 

આજીવન કેદની સજા 
હાઈકોર્ટે રાજ્ય સરકારની અપીલ ગ્રાહ્ય રાખીને ટ્રાયલ કોર્ટના આરોપીને નિર્દોષ છોડી મૂકવાના હુકમને રદ્દબાતલ ઠરાવ્યો હતો. સરકાર પક્ષ તરફથી વકીલે પણ પોતાની રજૂઆત કરી હતી. બચાવ પક્ષે પણ પોતાની દલીલો કરી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ખૂબ જ મહત્વનો ચૂકાદો આપ્યો હતો. 30 વર્ષ પહેલાંના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. 

21 દિવસમાં સરન્ડરનું ફરમાન 
ગુજરાત હાઈકોર્ટે આજીવન કેદની સાથે આરોપીને 21 દિવસમાં સરન્ડર કરવા માટે ફરમાન પણ કર્યુ છે. મહત્વનું છે કે, આ હત્યા કેસમાં બે આરોપીઓ હતા. જેમાંથી બીજો આરોપી ગુજરી ગયો હોવાથી તેની સામેનો કેસ પડતો મૂકાયો હતો. ત્યારે પીડિત પરિવારને આખરે ન્યાય મળતા તેઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. જો કે, બીજી તરફ, પરિવારની દીકરી ગુમાવી હોવાની વાત તેઓ ક્યારેય નહીં ભૂલી શકે.