મોડાસા: સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા વચ્ચે કેમ કરવામાં આવી રહ્યા છે ભજન-કીર્તન?

મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજના સફાઈ કર્મીઓનું અન્યાયના પગલે ચોથા દિવસે પણ આંદોલન યથાવત છે. વાલ્મિકી સંગઠન સાથે મળીને કોલેજમાં ભજન-કીર્તન કરી તંત્રના કાન ખોલવાનો પ્રયાસ

Share:

હાઈલાઇટ્સ

  • કામના કલાકો ઘટાડી દેવાતા સફાઈ કામદારોમાં રોષ ભભૂક્યો
  • સતત ચોથા દિવસે હડતાળ યથાવત, વાલ્મિકી સંગઠન જોડાયું

અરવલ્લી: મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કામ કરતા સફાઈ કામદારોના કામકાજના કલાકો ઘટાડી દેવાતા મામલો બિચક્યો છે. ન્યાય માટે સફાઈ કામદારો હડતાળ પર ઉતરી આવ્યા છે. તેમની સાથે ગુજરાત વાલ્મિકી સંગઠનના આગેવાન સહિતનાઓ પણ આ વિરોધમાં જોડાયા છે. કોલેજમાં પરીક્ષા વચ્ચે ભજન કરવામાં આવી રહ્યા છે. લોકો હાર્મોનિયમ, તબલા અને ખંજરી સાથે ભજન-કીર્તન કરીને તંત્રના કાન ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ વિરોધ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે અને આજે હડતાળનો ચોથો દિવસ છે.

શું છે આખો મામલો?
મીડિયા રિપોર્ટ અનુસાર મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષોથી સફાઈ કામગીરીનું કામ કરતાં 19 જેટલા કામદારોનો નવી એજન્સીએ આઠ કલ્લાકની જગ્યાએ ચાર કલાક કરી સફાઈ કામદારોના લઘુત્તમ વેતનમાં ઘટાડો કરી દેવાતા સફાઈ કામદારમાં ભારે રોષ ફેલાયો છે. ઉશ્કેરાયેલા સફાઈ કામદારોએ અરવલ્લી જિલ્લા કલેકટરને પણ લેખિત રજૂઆત કર્યા બાદ હડતાલ ઉપર ઉતર્યા છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં સફાઈ કામદારોમાં રોષ ભભૂક્યો છે.

Tags :