ગાંધીનગરમાં કરવામાં આવ્યું 'સ્ટાર્ટઅપ કોન્કલેવ 2023'નું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • PM મોદીએ 3Sનો કોન્સેપ્ટ આપ્યો છે: CM ભૂપેન્દ્ર પટેલ
  • PMએ ‘નવું ભારત વિકસિત ભારત’ની નીંવ રાખી છે: CM

ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અનેક લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ ઈનોવેશનને જે નવી દિશા મળી છે તેની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભારત એક વિકસિત દેશ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તેમણે કહ્યું કે, યુવાનોની મહેનતથી દેશ 5Gથી 6G તરફ આગળ વધી રહ્યું છે.

આ કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ યુવા શક્તિના ભરોસે ‘નવું ભારત વિકસિત ભારત’ની નીવ રાખી છે. તેમણે કહ્યું કે, ઇનોવેશન એ માનવ વિકાસ અને પ્રગૃતિ માટે હંમેશા કેન્દ્રમાં રહ્યું છે. આદિકાળમાં આગની શોધ, આત્મરક્ષા માટે હથિયારની શોધ હોય કે પછી વાહનો માટે વ્હીલની શોધ હોય, વર્તમાન સમયમાં ડ્રોન, સ્પેસ અને આધુનિક ટેક્નોલોજી સહિત તમામ ક્ષેત્રે માનવ જાતિએ પ્રગૃતિ કરી છે.

CM પટેલે કહ્યું કે, ઇનોવેશનથી સામાજિક જીવનમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. `પીએમ મોદીના દૂરદર્શી વિઝનના કારણે જ આજના યુવાનોના સપના પૂર્ણ થઈ રહ્યા છે. તેમના વિચારોને નવી પાંખ મળી રહી છે. યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારત -2027ના લક્ષ્ય સાથે પીએમ મોદીએ નવા ભારત માટે સ્ટાર્ટઅપ-ઇનોવેશનને પ્રાથમિકતા આપી છે. 

'યુવાનોના નવા વિચાર, સંકલ્પને સાકાર કરવા માટે પીએમ મોદીએ 3Sનો કોન્સેપ્ટ આપ્યો છે. 3S એટલે કે સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપ. તેમણે કહ્યું કે, આ ત્રણેય ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધામાં ભારતના યુવાનોએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પીએમ મોદીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રમોટ કરીને પેટેન્ટ અને રજિસ્ટ્રેશનની પ્રોસેસને ખૂબ જ સરળ બનાવી છે. પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં ભારત આજે 108 યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બન્યું છે.'

પ્રિ-વાઈબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ યોજાઈ
વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 પહેલા અમદાવાદમાં મંગળવારે પ્રિ-વાઈબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કોન્ફરન્સ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. મુખ્યમંત્રીએ લોકલ ફોર વોકલની વાત કરતા કહ્યું કે, એક સમયે ખૂબ આયાત કરતું ભારત દેશ આજે અનેક વસ્તુઓ, ઉત્પાદન અને સેવાઓ એક્સપોર્ટ કરતું દેશ બની ગયું છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે 10મી વાઈબ્રન્ટ સમિટ 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજવા જઈ રહી છે.