આવતીકાલથી ઉત્તરાયણ સુધી ધનાર્ક કમૂરતા, ગુજરાતમાં આજે હજારો લગ્ન

16 ડિસેમ્બરથી કમૂરતા બેસવા જઈ રહ્યા છે અને એના કારણે આજે રાજ્યમાં હજારો લગ્ન યોજાયા છે. ઉત્તરાયણે આ કમૂરતા ઉતરશે અને એ પછી જ માંગલિક કાર્યો કરી શકાશે.

Share:

હાઈલાઇટ્સ

  • આવતીકાલથી કમૂરતાનો પ્રારંભ થશે, ઉત્તરાયણ સુધી ચાલશે
  • આજે રાજ્યમાં હજારો લોકો લગ્નગ્રંથિથી જોડાશે
  • માંગલિક અને સારા કાર્યો પર આવતીકાલથી લાગશે બ્રેક

અમદાવાદઃ આવતીકાલ એટલે કે 16 ડિસેમ્બરથી રાજ્યમાં ધનાર્ક કમૂરતા બેસવા જઈ રહ્યા છે. એટલે કે ધનાર્ક કમૂરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના કારણે ઉત્તરાયણ સુધી હવે કોઈ માંગલિક કાર્ય કરી શકાશે નહીં. એટલે કે આવતીકાલથી લગ્ન સિઝન પર પણ બ્રેક  વાગશે. જેના કારણે આજે રાજ્યમાં હજારો લગ્ન યોજાયા છે. એ પછી સીધું મુહૂર્ત 2024માં જ આવશે, એટલે કે કમૂરતા એટલે ત્યારે. આ કમૂરતા ઉત્તરાયણના દિવસે ઉતરશે. એ પછી લગ્ન સિઝન પણ જામશે. મહત્વનું છે કે, જાન્યુઆરીમાં લગ્નના 10 જેટલાં શુભ મુહૂર્ત છે. 

આજે હજારો લગ્ન 
16 ડિસેમ્બરથી કમૂરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના કારણે 15 ડિસેમ્બરે ગુજરાતમાં હજારો લગ્નનું આયોજન થયુ છે. 16 ડિસેમ્બરથી ગ્રહ મંડળના રાજા સૂર્ય  ધન રાશિમાં પ્રવેશશે અને એ પછી કમૂરતા શરુ થશે. ત્યાં સુધી લગ્ન સહિતના તમામ માંગલિક કાર્યો કરી શકાશે નહીં. આ ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન પણ ધરવામાં આવે છે. એટલે દરેક મંદિરો પણ ભગવાનના નાદથી ગૂંજી ઉઠશે. 

પૂર્વ એ સૂર્યની દિશા 
ધનુમાર્સમાં માંગલિકો કાર્યો કરવામાં આવતા નથી. લગ્ન, કોઈ ઓફિસનું ઉદ્ઘાટન, શિલાન્યાસ વગેરે કાર્યો કરવામાં આવતા નથી. આ માન્યતા પાછળ એવું છે કે, સૂર્યની દિશા પૂર્વની છે. પશ્ચિમી દિશા એવા વિરોધી શનિ દેવની છે. જેના કારણે કેટલાંક માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. જો કે, 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના રોજ આ કમૂરતા પૂરા થશે. એટલે એ પછી તમામ માંગલિક કાર્યો કરી શકાશે, એવું . 

કમૂરતા કેમ?
મહત્વનું છે કે, મહાભારતનું મહાયુદ્ધ ધનુર્માસ દરમિયાન જ થયું હતું. આ યુદ્ધ દરમિયાન લાખો લોકોનો રક્તપાત થયો હતો. લાકો લોકોનાં મોત નીપજ્યા હતા. જેના કારણે તેને અમાંગલિક માનવામાં આવે છે. બસ, ત્યારથી કમૂરતા ગણવામાં આવતા હોવાનું કહેવાય છે.