શું વાત છે... ગ્લોબલ બન્યા 'ગુજરાતી ગરબા', UNESCOએ 'અમૃત સાંસ્કૃતિક વારસો' જાહેર કર્યો

ગુજરાતના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબાને યુનેસ્કો દ્વારા તેની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ આ સિદ્ધિ બદલ સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • યુનેસ્કોએ ગુજરાતની આ ઓળખને અમૃત સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપ્યું
  • CM પટેલે ખુશી વ્યક્ત કરીને વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો હતો

ગુજરાતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય ગરબાને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં યુનેસ્કોએ લખ્યું હતું કે, 'અમૃત હેરિટેજ લિસ્ટમાં નવું શિલાલેખ: ગુજરાત, ભારતના ગરબા. અભિનંદન!'. જણાવી દઈએ કે, બોત્સ્વાનાના કસાનેમાં ક્રેસ્ટા મોવાના રિસોર્ટમાં ચાલી રહેલા અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના 18મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનેસ્કોના જણાવ્યા અનુસાર 4 ડિસેમ્બરથી શરૂ થયેલું આ સત્ર 9 ડિસેમ્બર સુધી ચાલશે.

સીએમ પટેલે વ્યક્ત કરી ખુશી
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને યુનેસ્કોના આ નિર્ણયની માહિતી આપી છે. આમાં જી કિશન રેડ્ડીએ લખ્યું છે કે ભારતને અભિનંદન! ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેડ્ડીના આ ટ્વીટને ટાંકીને ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રી નિમિત્તે દર વર્ષે નવ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો લોકો એકસાથે મા અંબાની આરાધનાનો તહેવાર ઉજવે છે.

યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત વારસો જાહેર કરવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પોતાના પ્રતિભાવમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. તેમના નેતૃત્વમાં ભારતનો વર્ષો જૂનો વારસો અને સંસ્કૃતિ વૈશ્વિક મંચ પર સ્થાન મેળવી રહી છે.

દરવર્ષે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિત આખા ગુજરાતમાં ગરબાનું મોટાપાયે આયોજન કરવામાં આવે છે. યુનેસ્કોના આ નિર્ણય પર ગરબા આયોજકોએ પણ ખુશી વ્યક્ત કરી છે. વડોદરા સૌથી મોટા ગરબા કાર્યક્રમોનું કેન્દ્ર છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા કચ્છ જિલ્લાના ધોરડો ગામને પણ શ્રેષ્ઠ પ્રવાસન ગામની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.