નડિયાદમાં ગાયના હાડપિંજર મળતાં HC આકરાપાણીએ, કહ્યું- ભગવાન પણ માફ નહીં કરે'

અબોલ પશુના મોત સંદર્ભે હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશનની જોરદાર ઝાટકણી કાઢતા કહ્યું કે, પશુઓને તકલીફ પડે તો ભગવાન માફ નહીં કરે.

Share:

હાઈલાઇટ્સ

  • નિર્દોષ પશુઓના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
  • નિર્દોષ પશુઓના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરના અને બિસ્માર રસ્તાઓ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ નડિયાદમાં ગાયના હાડપિંજર મળવાના મુદ્દા અંગે પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ કે, જો ઢોર નિયંત્રણ નીતિની અમલવારીની આડમાં પશુઓના મોત થશે તો તે પણ ચલાવી લેવાશે નહીં. ગુજરાત હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, વ્યક્તિઓના સ્વાર્થમાં નિર્દોષ પશુઓની હત્યાની ઘટનામાં 'ભગવાન પણ આપણને માફ નહીં કરે.'

ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાને લઇને થયેલી અરજી પર વધુ સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટને જણાવ્યું કે નડિયાદમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. પોલિસી અમલીકરણના નામે નડિયાદમાં પશુઓ ઉપર ક્રૂરતા આચરવામાં આવે છે. આ હરકત ઓથોરિટીની નહીં પણ અન્ય લોકોની છે. આ સંદર્ભે નડિયાદની એક સમાચાર સંસ્થાનો અહેવાલ કોર્ટ સમક્ષ મુકાયો હતો. અહેવાલ જોયા બાદ કોર્ટે કહ્યું હતું કે માણસોની ભલાઈ ખાતર પશુઓ ઉપર ક્રૂરતા આચરી શકાય નહીં.

માલધારી સમાજે પણ પશુઓ સાથે થયેલી ક્રૂરતાના ફોટા કોર્ટ સમક્ષ મૂક્યા હતા. કોર્ટે તમામ પ્રૂફ જોઈને સરકાર અને AMCને આદેશ કર્યો છે કે રાજ્યમાં કેટલા પશુવાડા છે, તેની કેટલી ક્ષમતા છે, ત્યાં પશુઓને કેવી રીતે ટ્રીટમેન્ટ મળે છે કે કેમ તેની વિગતો આપવામાં આવે.

કોર્ટે અહેવાલ જોયા બાદ કહ્યું હતું કે, માણસોની ભલાઈ ખાતર પશુઓ ઉપર ક્રૂરતા આચરી શકાય નહીં. કોર્ટે આ અહેવાલ ઉપર ખેડા કલેક્ટરને તુરંત પગલાં લઈને રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું. કોર્ટે ઓથોરિટીની ઝાટકણી કાઢ્યા બાદ AMC અને રાજ્ય સરકારે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી રિપોર્ટ ઉપર થયેલી કામગીરી અંગે એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તંત્રની કામગીરી હાઈકોર્ટ સંતુષ્ટ ન હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.