Custodial Death મામલે ગુજરાત દેશમાં નંબર-1, સામે આવ્યો NCRBનો ચોંકાવનારો રિપોર્ટ

કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત છેલ્લા 5 વર્ષમાં સતત ત્રીજા વર્ષે આખા દેશમાં પહેલા નંબરે આવ્યું છે. વર્ષ 2022માં આખા દેશમાં 75 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા, જેમાંથી 14 મોત ગુજરાતમાં નોંધાયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
  • છેલ્લા 5 વર્ષમાં ગુજરાત કસ્ટોડિયલ ડેથ મામલે દેશમાં ચાર વાર પહેલા નંબરે

અમદાવાદ: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત દેશમાં સતત ત્રીજા વર્ષે નંબર-1 પર છે. આંકડા પર નજર કરીએ તો એક વર્ષમાં આખા દેશમાં 75 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે, જેમાં 14 કસ્ટોડિયલ ડેથ સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. કારણ કે, વર્ષ 2022 બાદ ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ દ્વારા આરોપીને કસ્ટડીમાં થર્ડ ડિગ્રી આપવાની પદ્ધતિ વધુ ઘાતક બની હતી. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો આરોપીને જાહેરમાં બાંધીને ઢોર મારવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

સતત ત્રીજા વર્ષે પણ ગુજરાત દેશમાં નંબર-1

છેલ્લા ઘણા વર્ષોથી કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત પોલીસની કામગીરી ઉપર કલંક લાગ્યું હોવાથી પોલીસ કસ્ટડીમાં સતત વધી રહેલા મોતના કેસ ઘટાડવા માટે ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ઘણા પ્રયાસો કર્યા પરંતુ કોઈ સફળતા મળી નથી. તેમની પહેલા પણ કસ્ટોડિય ડેથના કેસ ઘટાડવા ઘણા પ્રયાસો થયા પરંતુ તેમ છતાંય સતત ત્રીજા વર્ષે પણ ગુજરાતે આ રેકોર્ડ જાળવી રાખ્યો હતો.

છેલ્લા 5 વર્ષના આંકડા

વર્ષ 2018- ગુજરાત પહેલા નંબરે
દેશમાં કુલ કસ્ટોડિયલ ડેથ-70
ગુજરાત- 13
આપઘાત-3
માંદગી-ટ્રીટમેન્ટમાં મોત- 6
કસ્ટડીમાં ઈજાથી મોત- 3
કસ્ટડીમાંથી ભાગતી વખતે મોત- 1

વર્ષ 2019- ગુજરાત બીજા નંબરે

દેશમાં કુલ કસ્ટોડિયલ ડેથ- 83
ગુજરાત- 10
આપઘાત- 3
માંદગી-ટ્રીટમેન્ટથી મોત- 5
કસ્ટડીમાં થયેલી ઈજાથી મોત- 1
માર્ગ અકસ્માતમાં મોત- 1

વર્ષ 2020- ગુજરાત પહેલા નંબરે

ભારતમાં કુલ કસ્ટોડિયલ ડેથ- 76
ગુજરાત- 15
આપઘાત- 6
માંદગી-ટ્રીટમેન્ટ દરમિયાન મોત-6
અન્ય કારણથી મોત- 3

વર્ષ 2021- ગુજરાત પહેલા નંબરે

દેશમાં કુલ કસ્ટોડિયલ ડેથ- 88
ગુજરાત-23
આપઘાત- 9
માંદગી-ટ્રીટમેન્ટ દરમિયાન મોત- 9
ઈજા પહેલા મોત- 2
કસ્ટડીમાં ઈજાથી મોત- 2
પોલીસ જપ્તામાંથી ભાગતા મોત- 1

વર્ષ 2022- ગુજરાત પહેલા નંબરે

દેશમાં કુલ કસ્ટોડિયલ ડેથ- 75
ગુજરાત-14
આપઘાત- 8
માંદગી-ટ્રીટમેન્ટ દરમિયાન મોત- 5
કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે મોત-1