ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ & ઇનોવેશન હબના અત્યાધુનિક કોમ્પ્લેક્સનું CM પટેલે ઉદ્ધાટન કર્યું

SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પ્લેક્સનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • 110 ફાઉન્ડર્સ દ્વારા ઇનોવેશનનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું
  • CMએ i-Hubના સ્ટાર્ટઅપ કો-વર્કિંગ સ્પેસની મુલાકાત કરી

ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પ્લેક્સનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.  જેમાં CM પટેલે 5 સ્ટાર્ટઅપ્સને પ્રતિકાત્મક રૂપે Incubation Co-working spaceના અલોટમેન્ટ લેટરનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત i-Hub ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

CM પટેલે i-Hubના નવીન બિલ્ડીંગમા કાર્યરત સ્ટાર્ટઅપ કો-વર્કિંગ સ્પેસની મુલાકાત પણ કરી હતી. CM અને શિક્ષણમંત્રીએ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે તેમના રિસર્ચ-ઇનોવેશન અને પ્રોડક્ટ્સ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે 110 ફાઉન્ડર્સ દ્વારા ઇનોવેશન અને સ્કુલનું પ્રદર્શન કરાયું હતું. મુખ્યમંત્રીએ સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, એગ્રીકલ્ચર, સ્પોર્ટ્સ, સર્વિસ સેક્ટરને લગતા સ્ટાર્ટઅપ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી.

Tags :