ઈસ્કોન બ્રિજ દુર્ઘટના મામલોઃ હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

હાઈકોર્ટે બંન્ને પક્ષ તરફથી કરવામાં આવતી દલીલો સાંભળ્યા બાદ તથ્ય પટેલની જામિન અરજી ફગાવી

Courtesy: Google Image

Share:

હાઈલાઇટ્સ

  • ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં તથ્ય પટેલને કોઈ રાહત નહી

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરીને અનેક લોકોના જીવને ભરખી જનારા નબીરા તથ્ય પટેલના વકીલ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે બંન્ને પક્ષ તરફથી કરવામાં આવતી દલીલો સાંભળ્યા બાદ તથ્ય પટેલની જામિન અરજી ફગાવી દિધી છે.

હાઈકોર્ટમાં તથ્યના વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી કે, અકસ્માત બાદ તથ્ય સ્થળ પરથી ફરાર થયો તે વાત સાચી નથી. પરંતુ લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે પોલીસને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અકસ્માત થયો ત્યારથી જ તથ્ય જેલમાં છે.


બંન્ને પક્ષ વચ્ચે કોર્ટમાં બે કલાક સુધી આ દલીલ થઈ 

કોર્ટમાં તથ્ય પટેલના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે, તથ્ય ઘટના સ્થળેથી ભાગ્યો નથી પણ લોકોએ તેને માર્યો હતો. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે અકસ્માત બાદ પોલીસને ફોન કર્યો હતો. આ હીટ એન્ડ રનનો કેસ નથઈ. અકસ્માત બાદ તથ્ય જેલમાં છે તો શું હવે તેને જામીન મળવા જોઈએ એ બાબત કોર્ટ ધ્યાનમાં લે તેમજ તેની ઉંમર અને તેનું બેકગ્રાઉન્ડ પણ ધ્યાનમાં લેવુ જોઈએ.તથ્યના વકીલે વલસાડમાં ડ્રાઈવરની બેદરકારીથી વિદ્યાર્થીના થયેલા મોતનો કેસ ટાંક્યો હતો, જેમાં બસના ટાયર પાસેના પતરા સડી ગયા હતા, જેને રિપેર ન કરાયા અને એક જાડું કપડું લગાવ્યું હતું, જ્યાંથી વિદ્યાર્થી પડી જઈને બસના ટાયર નીચે આવી જતા મોત થયું હતું. આ કેસમાં ડ્રાઈવર, ક્લીનર, સુપર વાઈઝર અને ટ્રસ્ટીને આરોપી બનાવ્યા હતા. આમાં હેતુ નહીં પણ જ્ઞાન હતું, આ બેદરકારી હતી.

તથ્યના વકીલે કહ્યું કે, તથ્ય પર લાગેલી IPCની કલમો કોર્ટને ચાર્જશીટમાંથી જણાવતા સાહેદોના નામ જણાવ્યા હતા. જેમાં શ્રેયા, આર્યન, ધ્વનિ, શાન, માલવિકા તથ્ય સાથે ગાડીમાં હતા. ચાર્જશીટમાં જણાવ્યું કે, ગાડીમાં કેપેસીટી કરતા વધુ લોકો હતા. તથ્યએ ગાડી 'ગફલત' ભરી રીતે ચલાવી હતી. તથ્યના વકીલે ચાર્જશીટમાંથી 'બેદરકારી' શોધી બતાવી, જોકે હાલ તથ્યના ગાડીમાં બેઠેલા મિત્રોના નિવેદન કોર્ટને જણાવાઈ રહ્યાં છે.ગાડી ઝડપમાં હોવાથી જલ્દી બ્રેક લાગી નહિ ધ્વની ગાડીમાં તથ્યની બાજુમાં બેઠી હતી, એનું નિવેદન એ હતું કે, અમારા ઘરેથી એક પાર્લર ગયા, બાદમાં માલવિકાને લીધી, બ્રિજ ઉપર 'લાઈટ' નહોતી. તથ્યએ ડીપ લાઈટ મારી, બ્રેક પણ મારી હતી. ટોળુ દેખાયું પરંતુ ગાડી સ્પિડમાં હોવાથી જલ્દી બ્રેક લાગી નહિ.
 

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ પર 304ની કલમ લાગી છે. જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથ્ય પટેલના વકીલે ગઈકાલે હાઈકોર્ટમાં ઘટના બનવા અંગે નોલેજ મુદ્દે દલીલ કરી હતી. જ્યારે સરકારી વકીલે તથ્યએ અગાઉ કરેલા બે અકસ્માત ટાંકીને સામી દલીલ કરી હતી. પરંતુ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની ચાર્જશીટ અલગ હોવાથી અન્ય બનાવને આ અકસ્માત કેસ સાથે ગણી શકાય નહીં તેવી તથ્યના વકીલની દલીલ હતી. આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની ડિસ્ચાર્જ અરજી અને તથ્યની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.