અમદાવાદઃ ગુજરાત કેડરના IPS વી.ચંદ્રેશખરને સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના અને સુરત રેન્જ આઈજીની સીબીઆઈમાં બદલી થતા સુરત રેન્જનો વધારાનો હવાલો વાબાંગ જમીરને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, 2000ની બેન્ચના ચંદ્રશેખરે કેન્દ્રીય તપાસ એજન્સીમાં પણ પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી ઈન્સપેક્ટર જનરલ તરીકે સેવા આપી છે. તેમની આ નિમણૂકના પગલે આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટરના પદની નિમણૂકને મંજૂરી આપી છે. છેલ્લે તેઓ સુરત રેન્જ આઈજી તરીકે ગુજરાતમાં જ ફરજ બજાવતા હતા. થોડા સમય માટે તેઓ અમદાવાદ રેન્જ આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
CBIમાં કરી ચૂક્યા છે કામ
વી.ચંદ્રશેખર ભલે હાલ સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હોય, પણ અગાઉ તેઓ સીબીઆઈમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ ગુજરાતના સુરતમાં રેન્જ આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પોતાની ફરજ દરમિયાન તેઓએ અનેક મહત્વ કેસોમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
પાંચ વર્ષ માટે નિમણૂક
મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ગયા મહિને તેમની નિમણૂકનો આદેશ જારી કર્યો હતો. આ પહેલાં વી.ચંદ્રશેખર સીબીઆઈમાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ અને ડેપ્યુટી ઈન્સપેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ તેઓની નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. તેઓએ કેટલાંક મહત્વના કેસો ઉકેલવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
મૂળ તામિલનાડુના વતની
આમ જોવા જઈએ તો વી.ચંદ્રશેખર મૂળ તામિલનાડુના વતની છે. તેઓએ એગ્રીકલ્ચરમાં પીજીની ડિગ્રી મેળવેલી છે. તેઓ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં કામ કરી ચૂક્યા છે. સુરતમાં પણ રેન્જ આઈજી હતા. આ દરમિયાન તેઓએ અનેક કેસો પોતાના નેતૃત્વમાં ઉકેલ્યા હતા.