અમદાવાદમાં પોલીસકર્મીની પત્નીનું ફેક ઈન્સ્ટા ID બનાવી ગંદા વીડિયો વાયરલ કર્યા

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે મહિલાનું કોઈ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નહોતું એ જ મહિલાનું ફેક આઈડી બનાવીને એક ભેજાબાજે ગંદા વીડિયો વાયરલ કર્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • પોલીસકર્મીની પત્નીનું ફેક આઈડી બનાવી ગંદા વીડિયો પોસ્ટ કર્યા
  • સંબંધીઓને પણ ગંદા ગંદા મેસેજ કરીને ભેજાબાજ હેરાન કરતો
  • ન્યૂડ વીડિયો કોલ પણ કરવામા આવતા હતા, કરી ફરિયાદ

અમદાવાદઃ મોબાઈલ અને ઈન્ટરનેટ હાથવગા બનતા સાયબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ફેક આઈડી બનાવીને ગુના કરવાના કિસ્સા પણ વધ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં પોલીસકર્મીની પત્નીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ ફેક એકાઉન્ટ પરથી ગંદા વીડિયો પણ વાયરલ કરવામાં આવતા હતા. આખરે આ વાતની જાણ થતા પોલીસકર્મી સહિત તેની પત્ની પણ ચોંકી ગઈ હતી. આખરે આ મામલે પીડિતાએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગંદા વીડિયો પોસ્ટ કર્યા 
પ્રાપ્ત સ્થાનિક રિપોર્ટ મુજબ, વસ્ત્રાલમાં રહેતા અને પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર તેમની ભાભીનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે તેમની પત્નીના નામે ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે અને એના પરથી ગંદા ગંદા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ન્યૂડ વીડિયો કોલ પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે, પત્ની આ રીતે કોઈ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતી નહોતી. એટલે પોલીસકર્મી પણ ચોંક્યા હતા. 

સંબંધીઓને પણ ગંદા મેસેજ કર્યા 
એ પછી આ ફેક આઈડી બનાવનારાએ મહિલાના સંબંધીઓને પણ હેરાન કરવાનું ચાલુ કર્યુ હતુ. સંબંધીઓને પણ ગંદા ગંદા મેસેજ કરવામાં આવતા હતા. જેના કારણે તેઓ પણ શરમમાં મૂકાતા હતા. આખરે પીડિતાને હેરાન કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. એ પછી કોન્સ્ટેબલ પોતાની પત્નીને લઈ સાયબર ક્રાઈમ બ્રાંચમાં પહોંચ્યા હતા. એ પછી આ મામલે ગુનો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

ન્યૂડ વીડિયો કોલથી બ્લેકમેલિંગ 
મહત્વનું છે કે, આજકાલ ન્યૂડ વીડિયો કોલ અને તેનાથી બ્લેકમેલિંગ કરવાના કિસ્સા વધ્યા છે. તાજેતરમાં એક ખેડૂત પર એક યુવતીનો કોલ આવ્યો હતો. આ યુવતીએ તેને ન્યૂડ વીડિયો કોલ કર્યો હતો અને પછી સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધુ હતુ. બાદમાં તેને મોકલીને બ્લેકમેઈલ કરીને 90 હજાર રુપિયા પડાવ્યા હતા. વધારે રુપિયા માગવા જતા આખરે ખેડૂતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.